Not Set/ વૃંદાવનની વિધવાઓ મનોહર પારિકરના નિધન પર શોકાતુર, પહેલીવાર હોળી ના ઉજવી

વૃંદાવન તથા વારાણસીમાં રહેતી એક હજાર જેટલી વિધવાઓએ આ વખતે હોળી નહિ મનાવવાનું નક્કી કર્યું છે.2012થી એક સમાજિક સંસ્થાની મદદથી આ વિધવાઓ આનંદ ઉલ્લાસથી હોળી મનાવે છે અને આ રંગારંગ કાર્યક્રમનું કવરેજ કરવા દેશ વિદેશથી ફોટોગ્રાફર આવે છે. વિધવાઓએ ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરના નિધનનો શોક મનાવતા હોળીનો કાર્યક્રમ રદ કર્યો છે. સુલભ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા […]

India Trending
trp 4 વૃંદાવનની વિધવાઓ મનોહર પારિકરના નિધન પર શોકાતુર, પહેલીવાર હોળી ના ઉજવી

વૃંદાવન તથા વારાણસીમાં રહેતી એક હજાર જેટલી વિધવાઓએ આ વખતે હોળી નહિ મનાવવાનું નક્કી કર્યું છે.2012થી એક સમાજિક સંસ્થાની મદદથી આ વિધવાઓ આનંદ ઉલ્લાસથી હોળી મનાવે છે અને આ રંગારંગ કાર્યક્રમનું કવરેજ કરવા દેશ વિદેશથી ફોટોગ્રાફર આવે છે.

વિધવાઓએ ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરના નિધનનો શોક મનાવતા હોળીનો કાર્યક્રમ રદ કર્યો છે. સુલભ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત વૃંદાવનના ગોપીનાથ મંદિરમાં વિધવાઓનો સામુહિક હોળી કાર્યક્રમ હતો. જેના કવરેજ માટે દેશ-વિદેશથી અઢીસો જેટલા પત્રકારો તેમજ ફોટો જર્નાલિસ્ટ પણ આવ્યા હતા.

વિધવાઓ ગત 7 વર્ષોથી અહીં હોળીનો તહેવાર ધામધૂમથી મનાવતા આવ્યા છે. આ વખતે પણ સોમવારે આ કાર્યક્રમની ઉજવણી કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી.પરંતુ, ગત સાંજે જેવું તેમને જાણવા મળ્યું કે પૂર્વ રક્ષામંત્રી તેમજ ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરનું નિધન થયું છે, તો રાષ્ટ્રીય શોક મનાવતા તેમણે હોળીનો કાર્યક્રમ રદ્દ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

સુલભ ફાઉન્ડેશનના સ્થાપક ડો.બિનદેશ્વર પાઠકે કહ્યું કે મહિલાઓએ સામે ચાલીને હોળી નહિ ઊજવવાનો પ્રસ્તાવ મુક્યો હતો કે મનોહર પારિકરના નિધનના કારણે આ કાર્યક્રમ રદ કરવામાં આવે.