સુરતઃ ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોની હવે નવાઈ જ રહી નથી. સુરતના પલસાણાની તાતીથૈયમાની ઘટનામાં બે કામદારોના મોત થયા છે. સમ્રાટ વેલવેટ નામની મિલમાં આ કરુણાંતિકા સર્જાઈ છે.
મિલના જેટ મશીનનું ઢાંકણ ભાટતા આ દુર્ઘટના બની હતી. ત્રણ કામદારોમાંથી બેના મોત થયા હતા અને અન્ય એક સારવાર હેઠળ છે. ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોમાં જોઈએ તો 2022માં 47,762 ફેક્ટરીઓમાં બનેલા ઔદ્યોગિક અકસ્માતના બનાવમાં 238ના મોત થયા હતા. જ્યારે 2023માં લગભગ 50 હજાર ફેક્ટરીમાં 232ના મોત થયા હતા.
2021થી, રાજ્યમાં ઔદ્યોગિક અકસ્માતોમાં 714 જેટલા મજૂરોએ જીવ ગુમાવ્યો છે, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
રાજપૂતે જણાવ્યું હતું કે આવી ઘટનાઓ બનતી અટકાવવા માટે, ગુજરાત સરકારના ડિરેક્ટર (ઔદ્યોગિક સલામતી) ફેક્ટરીઓનું નિરીક્ષણ કરે છે અને જો જરૂરી જણાય તો, ફેક્ટરીના માલિકને કારણ બતાવો નોટિસ પણ આપવામાં આવે છે. જો માલિક સૂચનાઓનું પાલન ન કરે તો કોર્ટમાં પણ કેસ નોંધવામાં આવે છે. રાજપૂતે જણાવ્યું હતું કે, “ફેક્ટરીઝ એક્ટ હેઠળ, અત્યાર સુધીમાં, સલામતીના નિયમોનું પાલન ન કરવા બદલ 3,901 લોકો સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યા છે.”
આ પણ વાંચો:ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું, આ બે રાજ્યોમાં 2 જૂને ચૂંટણી યોજાશે
આ પણ વાંચો:IPL/ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝાટકો લાગ્યો, આ ખેલાડી શરૂઆતની મેચ રમી નહીં શકે…
આ પણ વાંચો:શું IPL 2024નો બીજો તબક્કો ભારતની બહાર રમાશે? BCCI આ દેશને ફરી આપી શકે છે તક