Not Set/ બુટલેગર બેફામ/ કરજણ ખાતે ઝડપાયો 11 લાખથી વધુનો દારુ

વડોદરા જિલ્લા એલસીબી પોલીસે કરજણ ટોલનાકા પાસેથી ૧૧ લાખ ઉપરાંતના વિદેશી દારૂ ભરેલી બે કારો સાથે ચાર બુટલેગરોને જડપી પાડ્યા હતા. છાશવારે ઝડપાઇ રહેલા દારૂના મસમોટા જથ્થા ગાંધીના ગુજરાતમાં હવે તો ખરા અર્થમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરો બેફામ બન્યા હોય એવું ઝડપાઇ રહેલા દારૂના મસમોટા […]

Gujarat Vadodara
નવસારી 3 બુટલેગર બેફામ/ કરજણ ખાતે ઝડપાયો 11 લાખથી વધુનો દારુ

વડોદરા જિલ્લા એલસીબી પોલીસે કરજણ ટોલનાકા પાસેથી ૧૧ લાખ ઉપરાંતના વિદેશી દારૂ ભરેલી બે કારો સાથે ચાર બુટલેગરોને જડપી પાડ્યા હતા.

છાશવારે ઝડપાઇ રહેલા દારૂના મસમોટા જથ્થા ગાંધીના ગુજરાતમાં હવે તો ખરા અર્થમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરો બેફામ બન્યા હોય એવું ઝડપાઇ રહેલા દારૂના મસમોટા જથ્થાઓ પુરવાર કરી રહ્યા છે.

વાત કરીએ વડોદરાના કરજણની તો વડોદરા જીલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ કરજણ નેશનલ હાઈવે પર ભરથાણા ટોલનાકા પાસે વોચમાં હતા,  ત્યારે એક સાથે બે કારોમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. એક ઇનોવા અને બીજી સ્વિફ્ટ ડિઝાયરમાંકુલ મળીને પોલીસે બન્ને કાર માંથી 11,75, 250 ના મુદ્દામાલ સાથે ચાર ઈસમોની ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  જ્યારે આ વિદેશી દારૂનો જથ્થો વડોદરાના ઝૂબેર મેમેણને પોહચડવાનો હતો એમ જાણવા મળ્યું છે. એલસીબી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કર્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.