Suicide/ NCRBના રીપોર્ટ મુજબ દેશ ભરમાં આત્મહત્યાનું મુખ્ય કારણ માનસિક બીમારી

આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે.લોકો નાની નાની વાતમાં પોતાનું જીવન ટુંકાવવા લાગ્યા છે.

Gujarat Rajkot
આત્મહત્યા

આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે.લોકો નાની નાની વાતમાં પોતાનું જીવન ટુંકાવવા લાગ્યા છે.લોકોને કઈ વાત ક્યારે દિલ પર આજકાલ લાગી જાય એ કહી શકાતું નથી. ભારતમાં દર 12 મિનિટે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે તો વિશ્વમાં દરરોજ દોઢેક હજાર લોકો આપઘાત કરી લે છે.

2021 NCRBના રીપોર્ટ મુજબ કુલ 1,64,૦૩૩ લોકોએ આત્મહત્યા કરી હતી જે 2020 કરતા આપઘાતના બનાવમાં 12.0%નો વધારો થયો છે. થોડા કલાકો પહેલાજ આપઘાતના ત્રણ બનાવો બન્યા હતા જેમાં એક યુવતી અને બે યુવાનોએ  જેરી દવા ઘટઘટાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.ત્યારે ફરી એકવાર આવીજ એક આપઘાતની ઘટના સામે આવી છે.

એકલા ભારતમાં વર્ષે  એક લાખથી વધુ આત્મહત્યા થાય છે તેમજ આપઘાત કરનારા 90 ટકા લોકોને માનસિક બિમારી હોય છે. આત્મહત્યાના ઘણા કારણો હોઈ શકે છે. જેમકે વધુ ઉંમર, વૃદ્ધાવસ્થા, દારૂ-અફિણ કે નશીલા બ્રાઉન સુગરનું વ્યસન, તેમજ વ્યક્તિએ ભૂતકાળમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય, ડિપ્રેશન, સ્ક્રિ‌ઝોફેનિયા, સનેપાત જેવી માનસિક બિમારી હોય, કૌટુંબિક મદદનો અભાવ હોય વગેરે.ત્યારે મંગળવારે રાજકોટના ઉપલેટા વિસ્તારમાં રહેતી એક યુવતીએ અગમ્ય કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું છે.

આ યુવતીનું નામ દિવ્યા કરંગીયા છે,જેને મયુરનગર સોસાયટીમાં આપઘાત કર્યો છે.જેની ઉમર ફક્ત 22 વર્ષ છે આ યુવતીએ ગળે ફાસો ખાતા પરિવારમાં માતમ ફેલાઈ ગયું છે. આટલી નાની ઉંમરની વ્યક્તિનું મૃત્યુ ઘરના લોકોમાટે ખુબજ દયનીય હોય છે.આ યુવતીના મૃતદેહને પોસ્મોટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. યુવતી એ આપઘાત કેમ કર્યો તેની જાણકારી માટે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:વડોદરામાં વધુ એક રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો, વાહનોમાં પણ તોડફોડ

આ પણ વાંચો:કોર્પોરેટરનું કારસ્તાન,કામગીરીને બદલે દેખાડ્યો રુવાબ 

આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ અજમાવ્યો બેટિંગ પર હાથ, જુઓ ખાસ ફોટો

આ પણ વાંચો:ફિલ્મી દુનિયાનો ક્રેઝ વિદ્યાર્થીઓમાં જાગ્યો, અસલી વિદ્યાર્થીની જગ્યા પર ડમી વિદ્યાર્થી પહોંચ્યો પરીક્ષા આપવા 

આ પણ વાંચો: ઈન્દોરના મંદિર અકસ્માતમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત, 40 ફૂટ ઊંડા પગથિયાંમાંથી રાતભર નીકળ્યા મૃતદેહો