DECISION/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો મહત્વનો નિર્ણય,5 મહાનગરની 5 ટાઉન પ્લાનિંગ સ્કીમને આપી મંજૂરી

મુખ્યમંત્રીએ અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ અને જામનગર એમ પાંચ મહાનગરોની ટાઉન પ્લાનિંગ સ્કીમની મંજૂરી આપી છે.

Top Stories Gujarat
9 1 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો મહત્વનો નિર્ણય,5 મહાનગરની 5 ટાઉન પ્લાનિંગ સ્કીમને આપી મંજૂરી

ગુજરાતના શહેરો ઈઝ ઓફ લીવીંગ બને તે દિશામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ અને જામનગર એમ પાંચ મહાનગરોની ટાઉન પ્લાનિંગ સ્કીમની મંજૂરી આપી છે. આ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 23 હજારથી વધુ EWS આવાસોનું નિર્માણ થઈ શકશે તો ખુલ્લી જગ્યા, બાગ બગીચા તથા રમત-ગમતના મેદાન તેમજ આંતરમાળખાકીય સવલતો માટે કુલ 104 હેકટરથી વધુ જમીન પ્રાપ્ત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં વધુ એક કદમ ભરીને પાંચ મહાનગરોની પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ નગરો-મહાનગરોના સુઆયોજિત વિકાસથી ઇઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર મહાનગરની એક-એક મળીને કુલ 3 પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે. તેમણે આ ઉપરાંત રાજકોટ અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 1-1 એમ કુલ બે ડ્રાફટ ટાઉન પ્લાનિંગ સ્કીમની પણ મંજૂરી આપી છે.

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની સ્કીમ નં 128 ગેરતપૂર, ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રિલિમિનરી ટી.પી સ્કીમ નં. 15 કોલવડા તથા ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની પ્રિલિમિનરી ટી.પી સ્કીમ નં.4 વરતેજનો સમાવેશ થાય છે.મુખ્યમંત્રીએ મંજૂર કરેલી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફટ ટી.પી સ્કીમ નં-33 રૈયામાં 10 હજાર EWS આવાસો બનાવવા માટે 11.26 હેક્ટર્સ સહિત ખુલ્લી જગ્યા, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે, જાહેર સુવિધા માટે અને આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે મળીને કુલ 39.49 હેક્ટર્સ જમીન સંપાદન થશે, મુખ્યમંત્રીએ મંજૂર કરેલી પાંચ ટી.પી સ્કીમમાં કુલ મળીને 23,100 EWS આવાસો માટે અને અન્ય વિવિધ હેતુઓ માટે કુલ 104.28 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થઇ શકશે.