CWG 2022/ ટેબલ ટેનિસમાં સિંગાપોરને હરાવી ભારતે વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો

કોમનવેલ્થ ગેમ્સ 2022 બર્મિંગહામમાં યોજાઈ રહી છે. તેના પાંચમા દિવસે ભારતે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે ફાઈનલ મેચમાં સિંગાપોરને 3-1થી હરાવ્યું હતું

Top Stories Sports
1 2 ટેબલ ટેનિસમાં સિંગાપોરને હરાવી ભારતે વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો

CWGમાં ભારતને મળ્યો 11મો મેડલ
CWGમાં ભારતને 5 ગોલ્ડ મેડલ
ટેબલ ટેનિસમાં ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
ટેબલ ટેનિસ સિંગલ્સમાં ભારતે ગોલ્ડ મેડલ
5 ગોલ્ડ, 3સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ

કોમનવેલ્થ ગેમ્સ 2022 બર્મિંગહામમાં યોજાઈ રહી છે. તેના પાંચમા દિવસે ભારતે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે ફાઈનલ મેચમાં સિંગાપોરને 3-1થી હરાવ્યું હતું. ભારત માટે ડબલ્સમાં, સાથિયાન જ્ઞાનસેકરન અને હરમીત દેસાઈએ યોંગ ઇઝાક ક્વેક અને યુ એન કોએન પેંગને હરાવીને જોરદાર પ્રદર્શન કર્યું. મેન્સ સિંગલ્સની મેચમાં હરમીત દેસાઈએ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો.

ટીમ ઈવેન્ટની પ્રથમ ડબલ્સમાં સાથિયાન અને હરમીતની જોડીએ 3-1થી જીત નોંધાવી હતી. તેઓએ સિંગાપોરના યાંગ યેક અને યુ પેંગને 13-11, 11-7 અને 11-5થી હરાવ્યા હતા. આ પછી શરથ કમલને સિંગલ્સ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બીજી સિંગલ્સમાં ભારતનો વિજય થયો હતો. જેમાં સાથિયાનો 3-1થી વિજય થયો હતો. તેણે ટીમને 2-1ની લીડ અપાવી હતી. અંતે હરમીતે તેની સિંગલ્સ મેચ જીતીને ભારતને ગોલ્ડ અપાવ્યો.

નોંધનીય છે કે અત્યાર સુધીમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 11 મેડલ મેળવ્યા છે. જેમાં5 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.