Not Set/ જેતપુર: લાખોના ખર્ચે સુધરાઈએ બનાવેલ શાકમાર્કેટ ધૂળખાય છે

જેતપુરમાં સુધરાઈ સતાવાળાઓની બેદરકારીને લીધે લાખોના ખર્ચે સુધરાઈએ બનાવેલ શાકમાર્કેટ ધૂળખાય છે અને ગાંધીરોડ ઉપર શાકભાજી વાળા ટ્રાફિકનું દબાણ કરે છે. જેતપુરમાં નગરપાલિકા તરફથી બસસ્ટેન્ડ પાસેજ વોલીબોલગ્રાઉન્ડમાં લાખો રૂપિયાના ખર્ચે અદ્યતન 110 ઓટલાની શાકમાર્કેટ બનાવેલ છે. જો શાકમાર્કેટ ચાલુ થાય તો જેતપુરના અનેક ટ્રાંફિકના પ્રશ્નો હલ થઈ શકે તેમ છે અને શાકભાજીના વેપારીઓને પણ પોતાનો […]

Top Stories Trending
rahul gandhi sonia gandhi swearing in 650 625x300 1527069542232 7 જેતપુર: લાખોના ખર્ચે સુધરાઈએ બનાવેલ શાકમાર્કેટ ધૂળખાય છે

જેતપુરમાં સુધરાઈ સતાવાળાઓની બેદરકારીને લીધે લાખોના ખર્ચે સુધરાઈએ બનાવેલ શાકમાર્કેટ ધૂળખાય છે અને ગાંધીરોડ ઉપર શાકભાજી વાળા ટ્રાફિકનું દબાણ કરે છે. જેતપુરમાં નગરપાલિકા તરફથી બસસ્ટેન્ડ પાસેજ વોલીબોલગ્રાઉન્ડમાં લાખો રૂપિયાના ખર્ચે અદ્યતન 110 ઓટલાની શાકમાર્કેટ બનાવેલ છે. જો શાકમાર્કેટ ચાલુ થાય તો જેતપુરના અનેક ટ્રાંફિકના પ્રશ્નો હલ થઈ શકે તેમ છે અને શાકભાજીના વેપારીઓને પણ પોતાનો માલસામાન વેચવા સારી સુવિધા મળે.

rahul gandhi sonia gandhi swearing in 650 625x300 1527069542232 4 જેતપુર: લાખોના ખર્ચે સુધરાઈએ બનાવેલ શાકમાર્કેટ ધૂળખાય છે

જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ બે વર્ષ પહેલા ખાતરી આપી હતી કે ટુંકસમયમાં આ શાકમાર્કેટ ચાલુ થાય તે માટે હું પ્રયત્ન કરીશ પણ હજુ સુધી આ શાકમાર્કેટ ચાલુ થઈ નથી.

rahul gandhi sonia gandhi swearing in 650 625x300 1527069542232 5 જેતપુર: લાખોના ખર્ચે સુધરાઈએ બનાવેલ શાકમાર્કેટ ધૂળખાય છે

મળતી માહિતી મુજબ આ શાકમાર્કેટનો પ્રશ્ન ગાંધીનગર શહેરી વિકાસ ખાતામાં પડેલ છે. જો આ શાકમાર્કેટ ચાલુ થઈ જાય તો ગાંધીરોડ ઉપર શાકભાજી વેંચતા ફેરિયાઓ પોતાનો વેપાર શાકમાર્કેટમાં કરશે તો જેતપુરમાં ગાંધીરોડ ઉપરનો ટ્રાંફિકનો પ્રશ્ન આપોઆપ હલ થઈ શકે તેમ છે.

rahul gandhi sonia gandhi swearing in 650 625x300 1527069542232 6 જેતપુર: લાખોના ખર્ચે સુધરાઈએ બનાવેલ શાકમાર્કેટ ધૂળખાય છે

હાલ બજારમાં શાકમાર્કેટ ભરાઈ છે, ત્યાં ટ્રાંફિક હળવો થઈ શકે અને બહારગામથી માલ લઈને આવતા લોકોને પણ બસસ્ટેન્ડ નજીક શાકમાર્કેટ બહેનોને પણ શાકભાજી લેવામાં સરળ પડે. તડકો કે વરસાદમાં સાકબકાલાના વેપારીઓ નિરાંતે ધધો કરી શકે છે. આ શાકમાર્કેટ પાંચ વર્ષ થયા ત્યારથી ધૂળખાય છે અને અહીં અસામાજિક તત્વોનો અડો બની ગઈ છે. ત્યારે જેતપુર નગરપાલિકાના સતાધીશો કઈ પણ બોલવા તૈયાર નથી. વહેલીતકે શાકમાર્કેટ ચાલુ થઇ જાય તેવી માગ લોકો કરી રહ્યા છે.