Not Set/ બંધારણીય બેંચના ચુકાદા બાદ પણ અમારું કામકાજ ઠપ્પ છે, દિલ્લી સરકારે કહ્યું હાઇકોર્ટને

દિલ્લી. 18 જુલાઈ 2018. ૧૮ જુલાઈએ દિલ્લી સરકારે હાઇકોર્ટને કહ્યું કે, દેશની રાજધાનીમાં પ્રશાસન સંબંધે બંધારણીય બેંચના ચુકાદા પછી પણ કામકાજ સાવ રેઢું પડ્યું છે. અને તે (દિલ્લી સરકાર) અધિકારીઓની બદલી કે નિમણુક માટેના આદેશ પણ આપી શકતી નથી. આ આખા મામલાની સુનવણી ન્યાયમૂર્તિ એ. કે. સીકરી અને નવીન સિન્હાના નેતૃત્વ હેઠળ થઇ હતી. બંધારણીય […]

Top Stories India Politics
637357 delhi high court 03 બંધારણીય બેંચના ચુકાદા બાદ પણ અમારું કામકાજ ઠપ્પ છે, દિલ્લી સરકારે કહ્યું હાઇકોર્ટને

દિલ્લી.
18 જુલાઈ 2018.

૧૮ જુલાઈએ દિલ્લી સરકારે હાઇકોર્ટને કહ્યું કે, દેશની રાજધાનીમાં પ્રશાસન સંબંધે બંધારણીય બેંચના ચુકાદા પછી પણ કામકાજ સાવ રેઢું પડ્યું છે. અને તે (દિલ્લી સરકાર) અધિકારીઓની બદલી કે નિમણુક માટેના આદેશ પણ આપી શકતી નથી. આ આખા મામલાની સુનવણી ન્યાયમૂર્તિ એ. કે. સીકરી અને નવીન સિન્હાના નેતૃત્વ હેઠળ થઇ હતી.

બંધારણીય બેંચે (સંવિધાન પીઠ) જણાવ્યું હતું કે,

“કોર્ટ પણ હાલની પરિસ્થિતિથી વાકેફ છે, પણ ઉલ્લેખનીય છે કે આ નિયમિત બેંચ નથી.”

તેઓ આગામી તા. ૨૬ જુલાઈએ મામલાની સુનવણી કરશે. દિલ્લી સરકાર તરફથી વકીલ તરીકે પી. ચિદમ્બરમ હાજર રહ્યા હતા અને એમણે કહ્યું કે, સરકારનું કામકાજ સાવ ઠપ્પ પડ્યું છે. સંવિધાન પીઠના ચુકાદા અને દરેક વાતના સ્પષ્ટીકરણ છતાં અમે અધિકારીઓને નિયુક્ત કરી શકતા નથી કે નથી તેઓની બદલી કરી શકતા. આથી આ મુદ્દાઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે.

વરિષ્ઠ અધિકારી ઇન્દિરા જયસિંહે કહ્યું કે અધિકારી આ મામલે સોગંદનામું દાખલ કરવા ઈચ્છુક હતા નહી, એટલા માટે દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સોગંદનામું દાખલ કર્યું છે.

મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી બંધારણીય બેંચ દ્વારા તાજેતરમાં જ દેશની રાજધાનીના પ્રશાસનને લઈને વિસ્તારપૂર્વક દિશા સૂચનો નક્કી કર્યા હતા.