Not Set/ મંદિર પ્રાઇવેટ પ્રોપર્ટી નથી, કોઈ પણ વ્યક્તિ પ્રવેશી શકે છે– સબરીમાલા મંદિર મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું

આઝાદીના આટલા વર્ષો બાદ પણ ભારતમાં હજી ભેદભાવ જોવા મળે છે. કેરળના સબરીમાલા મંદિર માં 10 થી 50 વર્ષની ઉમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. બુધવારે સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, મંદિર પ્રાઇવેટ પ્રોપર્ટી નથી, એ સાર્વજનિક છે. એકવાર મંદિર ખુલ્યા પછી […]

Top Stories India
sabarimala sc 5 મંદિર પ્રાઇવેટ પ્રોપર્ટી નથી, કોઈ પણ વ્યક્તિ પ્રવેશી શકે છે– સબરીમાલા મંદિર મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું

આઝાદીના આટલા વર્ષો બાદ પણ ભારતમાં હજી ભેદભાવ જોવા મળે છે. કેરળના સબરીમાલા મંદિર માં 10 થી 50 વર્ષની ઉમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. બુધવારે સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, મંદિર પ્રાઇવેટ પ્રોપર્ટી નથી, એ સાર્વજનિક છે. એકવાર મંદિર ખુલ્યા પછી તમે કોઈને અંદર પ્રવેશતા રોકી શકો નહી.

SabariMala Temple9 copy 1 e1531924179271 મંદિર પ્રાઇવેટ પ્રોપર્ટી નથી, કોઈ પણ વ્યક્તિ પ્રવેશી શકે છે– સબરીમાલા મંદિર મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું

કોર્ટ એ કહ્યું કે જયારે માણસ ને બનાવનાર ઈશ્વરે પુરુષ અને મહિલામાં કોઈ ભેદભાવ નથી રાખ્યો તો, ધરતી પર શું કામ ભેદભાવ રાખવામાં આવે છે. ગત શુક્રવારે સુપ્રીમ કોર્ટે આ મામલો બંધારણીય બેંચને સોંપી દીધો હતો. હવે આ બેંચ નિર્ણય લેશે આ બાબતે કે શું નક્કી કરેલી ઉમરની મહિલાઓના મંદિરમાં પ્રવેશ પરના પ્રતિબંધ ને ભેદભાવપૂર્ણ ગણવું?અને શું આ સંવિધાનના ફકરા 14,15,17 નું ઉલ્લંઘન છે?

ફકરો 14 સમાનતાનો અધિકાર આપે છે, 15 ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થળના આધાર પર ભેદભાવથી રક્ષણ અને ફકરો 17 અનુસાર છૂત – અછૂત અને એના પ્રયાસને સમાપ્ત કરવાની વાત છે.

આ મામલે બુધવારે સુનવણી થઇ હતી. ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ખંડપીઠમાં આ મામલે ચર્ચા થઇ છે. જેમાં દીપક મિશ્રાએ કહ્યું હતું કે, જો પુરુષને પ્રવેશવાની મંજૂરી છે તો પછી મહિલાઓને પણ પ્રવેશ કરવાની મંજૂરી મળવી જોઈએ.

image 2 e1531924229504 મંદિર પ્રાઇવેટ પ્રોપર્ટી નથી, કોઈ પણ વ્યક્તિ પ્રવેશી શકે છે– સબરીમાલા મંદિર મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું

જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડએ કહ્યું હતું કે, સંવિધાનના ફકરા 25 અનુસાર બધા નાગરિક કોઇપણ ધર્મની પ્રેક્ટીસ કે પ્રસાર માટે સ્વતંત્ર છે. એનો અર્થ એ છે કે એક મહિલા હોવાના નાતે તમારો પ્રાર્થના કરવાનો અધિકાર એ કોઈ સંવિધાન વિરુદ્ધ નથી. એમણે કહ્યું કે દરેક મહિલા ભગવાનની રચના છે તો પછી રોજગાર અને પૂજામાં ભેદભાવ કેમ?

બીજી બાજુ કેરળ સરકાર પણ મંદિરમાં મહિલાઓના પ્રવેશની મંજૂરી બાબતે સમર્થન આપી રહી છે. પણ આની પહેલા કેરળ સરકાર આના સમર્થનમાં ન હતી. કેરળ સરકાર પોતાનો મત બદલતી રહે છે એવું સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. 2015માં કેરળ સરકાર મહિલાઓના પ્રવેશના સમર્થનમાં હતી, પરંતુ 2017માં એમણે પોતાનો મત બદલી લીધો હતો.

કેરળનું આ સબરીમાલા મંદિર પથાનામથીટ્ટા જિલ્લામાં છે. આ મંદિર ભગવાન અયપ્પાને સમર્પિત છે.