Not Set/ ગૂગલ પર લાગ્યો 34 ખરબ રૂપિયાનો દંડ : જાણો શું છે કારણ …

અમેરિકાની ટેક્નોલોજી કંપની ગૂગલને યુરોપિયન યુનિયન રેગ્યુલેટર્સે 5 બિલિયન ડોલરનો દંડ ફટકાર્યો છે. આ રકમ ભારતીય રૂપિયા મુજબ લગભગ 34 ખરબ રૂપિયાથી પણ વધારે છે. યુરોપિયન કમિશનનું કહેવાનું છે કે ગૂગલે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમની માર્કંટમાં પહોંચનો ખોટો ઉપયોગ કર્યો છે. ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે ગૂગલે કથિત રીતે સ્માર્ટફોન્સ  બનાવતી કંપનીઓને એન્ડ્રોઇડ ફોર્ક્ડ વર્ઝન […]

World Trending Tech & Auto
170627071814 eu tech google ગૂગલ પર લાગ્યો 34 ખરબ રૂપિયાનો દંડ : જાણો શું છે કારણ ...

અમેરિકાની ટેક્નોલોજી કંપની ગૂગલને યુરોપિયન યુનિયન રેગ્યુલેટર્સે 5 બિલિયન ડોલરનો દંડ ફટકાર્યો છે. આ રકમ ભારતીય રૂપિયા મુજબ લગભગ 34 ખરબ રૂપિયાથી પણ વધારે છે.

યુરોપિયન કમિશનનું કહેવાનું છે કે ગૂગલે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમની માર્કંટમાં પહોંચનો ખોટો ઉપયોગ કર્યો છે. ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે ગૂગલે કથિત રીતે સ્માર્ટફોન્સ  બનાવતી કંપનીઓને એન્ડ્રોઇડ ફોર્ક્ડ વર્ઝન પર ચાલતી ડિવાઇસ બનાવવા દીધી નહતી.

180718081810 margrethe vestager eu commissioner for competition 1280x720 e1531922226927 ગૂગલ પર લાગ્યો 34 ખરબ રૂપિયાનો દંડ : જાણો શું છે કારણ ...

ફોર્ક્ડ વર્ઝન એટલે કે ઓપન સોર્સ એન્ડ્રોઇડ જેને કંપનીઓ એમની રીતે કસ્ટમાઇઝ કરી શકે છે. એટલું જ નહિ કહેવામાં આવ્યું છે કે ગૂગલે મોટી કંપનીઓ અને મોબાઈલ નેટવર્ક્સને એમના હેન્ડસેટમાં ગૂગલ સર્ચ એપ આપવા માટે પૈસા પણ આપ્યા હતા.

ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટને પોતાની બિઝનેસ પ્રેક્ટિસ બદલવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. અને જો કંપની આવું નહિ કરે, તો રોજના ટર્નઓવરનો 5 ટકા હિસ્સો દંડ રૂપે આપવો પડશે.

1x 1 e1531922288784 ગૂગલ પર લાગ્યો 34 ખરબ રૂપિયાનો દંડ : જાણો શું છે કારણ ...

જણાવી દઈએ કે એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ માં ગૂગલની એપ્સ પહેલાથી જ ઇન્સ્ટોલ્ડ હોય છે. બીજી એપ્સ કંપનીઓ એવો આરોપ લગાવે છે કે યુઝર્સને ગૂગલની એપ્સનો જ ઉપયોગ કરવો પડે છે. આવું કરીને ગૂગલ એપ્સ નો જ ઉપયોગ નથી કરાવતું, પરંતુ આ દ્વારા તેઓ એમના ટાર્ગેટ વિજ્ઞાપન પણ સેટ કરે છે.

યુરોપિયન યુનિયનની કોમ્પિટિશન ચીફ માર્ગેટ વેસ્ટેજરે કહ્યું કે ગૂગલે એન્ડ્રોઇડને એમના સર્ચ એન્જીનની પહોંચ વધારવા માટે ઉપયોગ કર્યો હતો. આવું કરીને ગૂગલે પોતાના પ્રતિદ્વંદીઓને ઇનોવેટ કરવા અને મેરિટના હિસાબથી ટક્કર આપતા રોકવાનું કામ કર્યું છે.