Not Set/ યુગાન્ડામાં એકવાર ફરી હિંસા ભડકી, ગુજરાતીઓના જીવ ચોંટી ગયા તાળવે

યુગાન્ડા, યુગાન્ડામાં એકવાર ફરી હિંસા ભડકી ઊઠી છે. રાજધાની કમ્પાલાના તંગદિલીને કારણે અહીં વસતાં હજારો-લાખો ગુજરાતીઓના જીવ તાળવે ચોંટી ગયા છે. આ હિંસામાં એકનું મોત થયું છે, જયારે 5 લોકો ઘાયલ થયા છે. અહીંના સાંસદ અને પોપ ગાયક બોબી વાઈન અને તેના સમર્થકો દ્વારા રાષ્ટ્રપ્રમુખનો વિરોધ હિંસક બન્યો છે. પોલીસ પ્રવક્તા એમીલિયન કાયમાએ જણાવ્યું કે, મંગળવારે એક પોલીસ કર્મીએ મિતિયાનામાં […]

Top Stories World Trending
180820175014 uganda protest mp arrest super tease યુગાન્ડામાં એકવાર ફરી હિંસા ભડકી, ગુજરાતીઓના જીવ ચોંટી ગયા તાળવે

યુગાન્ડા,

યુગાન્ડામાં એકવાર ફરી હિંસા ભડકી ઊઠી છે. રાજધાની કમ્પાલાના તંગદિલીને કારણે અહીં વસતાં હજારો-લાખો ગુજરાતીઓના જીવ તાળવે ચોંટી ગયા છે. આ હિંસામાં એકનું મોત થયું છે, જયારે 5 લોકો ઘાયલ થયા છે.

photo 6 યુગાન્ડામાં એકવાર ફરી હિંસા ભડકી, ગુજરાતીઓના જીવ ચોંટી ગયા તાળવે

અહીંના સાંસદ અને પોપ ગાયક બોબી વાઈન અને તેના સમર્થકો દ્વારા રાષ્ટ્રપ્રમુખનો વિરોધ હિંસક બન્યો છે. પોલીસ પ્રવક્તા એમીલિયન કાયમાએ જણાવ્યું કે, મંગળવારે એક પોલીસ કર્મીએ મિતિયાનામાં મિની બસ પર ફાયરિંગ કરતાં 6 લોકો ઘવાયા હતા તેમાંથી 1નું મોત થઈ ગયું હતું.‘અમે ગોળીબાર કરનાર પોલીસમેનને શોધી રહ્યા છીએ.

photo 7 યુગાન્ડામાં એકવાર ફરી હિંસા ભડકી, ગુજરાતીઓના જીવ ચોંટી ગયા તાળવે

કમ્પાલાથી ઉદયભાઈએ જણાવ્યું કે અહીં વસતાં ગુજરાતી સુરક્ષિત છે પણ તંગદિલી ઘણી છે. શહેરની તમામ દુકાનો-મોલ બંધ થઈ ગયા છે.

photo 8 યુગાન્ડામાં એકવાર ફરી હિંસા ભડકી, ગુજરાતીઓના જીવ ચોંટી ગયા તાળવે

લોકો ઘરે પહોંચી ગયા છે. થોડા સમય સુધી લોકોએ પોતાના નોકરી કે ધંધાના સ્થળે છુપાઈ રહેવું પડ્યું હતું. અહીં લગભગ એક લાખ જેટલા ગુજરાતી વસે છે. પરિસ્થિતિ હવે અંકુશમાં છે પણ સાવચેતી રાખવી પડશે.