Not Set/ આ એક્ટરે ઝાડ સાથે લગ્ન કર્યા, કારણ જાણશો તો પીઠ થાબડશો

આ સાંભળવામાં અજીબોગરીબ લાગશે પરંતુ રસપ્રદ વાત છે. વાસ્તવમાં, જંગલોને આડેધડ રીતે કાપતા જોઇને દુઃખી થયેલાં એક એક્ટરે ઝાડ સાથે જ લગ્ન કરી લીધા. આ ઘટના પેરુની છે. જે એક્ટરે ઝાડ સાથે લગ્ન કર્યા છે તેનું નામ રિચર્ડ ટોરેસ છે. અહીં જાણો કેમ કર્યા ઝાડ સાથે લગ્ન મળતી માહિતી મુજબ ડોમેનિક રિપબ્લિકની રાજધાની સેંટ ડોમિંગોમાં […]

Entertainment
tee આ એક્ટરે ઝાડ સાથે લગ્ન કર્યા, કારણ જાણશો તો પીઠ થાબડશો

આ સાંભળવામાં અજીબોગરીબ લાગશે પરંતુ રસપ્રદ વાત છે. વાસ્તવમાં, જંગલોને આડેધડ રીતે કાપતા જોઇને દુઃખી થયેલાં એક એક્ટરે ઝાડ સાથે જ લગ્ન કરી લીધા. આ ઘટના પેરુની છે. જે એક્ટરે ઝાડ સાથે લગ્ન કર્યા છે તેનું નામ રિચર્ડ ટોરેસ છે.

અહીં જાણો કેમ કર્યા ઝાડ સાથે લગ્ન

મળતી માહિતી મુજબ ડોમેનિક રિપબ્લિકની રાજધાની સેંટ ડોમિંગોમાં વૃક્ષો આડેધડ કપાતા રહે છે.અહીં વૃક્ષોનું નિકંદન એટલી હદે નીકળી રહ્યું છે કે જંગલોનું તો નામોનિશાન મટી જાય.  લોકો વૃક્ષ છેદન માટે જાગૃત બને અને તેને કાપતા અટકે તે માટે રિચર્ડે વૃક્ષ સાથે લગ્ન કર્યા હતા.

રિચર્ડ ટોરેસના અનોખા લગ્ન સિયૂડેડ કલોનિયલમાં થયા છે. રિચર્ડએ ઝાડ પર રિંગ મૂકી હતી. રિચર્ડના લગ્ન કરાવવા માટે પ્રીસ્ટ પણ હાજર હતા.

Richard Torres got married with a tree के लिए इमेज परिणाम

આ વિશે રિચર્ડએ વધુમાં જણાવ્યું કે, અમે ઝાડ સાથે લગ્ન કરવા માટે સેંટો ડોમિંગોમાં આવ્યા છીએ.હું કોઇ રેકોર્ડ બનાવવા અહીં નથી આવ્યો પણ મારો ઉદ્દેશ એ છે કે લોકોનું ધ્યાન વૃક્ષ તરફ ખેંચાય.

રિચર્ડના આ લગ્ન પછી કોલંબસ પાર્કમાં અનેક લોકોનું ધ્યાન ખેંચાયું હતું. આ લગ્નમાં રિચર્ડ સાથે એક તેનો કલાકાર મિત્ર પણ હતો જે લગ્નમાં બેસ્ટ મેન અને બ્રાઈડ્સમેનની ભૂમિકામાં નજરે પડે છે.

संबंधित इमेज