Joe Jonas Sophie Turner Divorce/ પ્રિયંકા ચોપરાના જેઠ-જેઠાની લેશે છૂટાછેડા, લગ્નના ચાર વર્ષ બાદ તૂટ્યો સંબંધ!

સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા છ મહિનાથી તેમનો સંબંધ(Relation) ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં, તેમના સંબંધોમાં મુશ્કેલીની આશંકા ત્યારે થઇ હતી જ્યારે જોઈની લગ્નની વીંટી તેની આંગળી પર દેખાતી ન હતી. 

Entertainment
joe jonas and sophie turner Divorce

બોલીવુડ(Bollywood) અભિનેત્રી પ્રિયંકા ચોપરા(Priyanka Chopara)ના પતિ નિક જોનાસ(Nick Jonas)નો પરિવાર આ દિવસોમાં ચર્ચામાં છે. નિકના મોટા ભાઈ જો જોનાસ(Joe Jonas)નું લગ્નજીવન સારું ચાલી રહ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જોઈ અને તેની પત્ની અને અભિનેત્રી સોફી ટર્નર  (Sophie Turner) વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે અને બંને છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો અને સોફી છૂટાછેડા(Diovorce) માટે લોસ એન્જલસમાં વકીલોની સલાહ લઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા છ મહિનાથી તેમના સંબંધો ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તાજેતરમાં, તેમના સંબંધોમાં મુશ્કેલીની આશંકા હતી જ્યારે જોની લગ્નની વીંટી તેની આંગળી પર દેખાતી ન હતી. આ કારણે તેના અને સોફી વચ્ચેના સંબંધોમાં કેટલીક સમસ્યાના સંકેત મળ્યા હતા, જો કે આ પહેલા બંને સોશિયલ સર્કલમાં સતત સાથે જોવા મળતા હતા. સોફી તેના એક મ્યુઝિકલ ટૂરમાં જોયને ચીયર કરતી જોવા મળી હતી. આ સિવાય બંને સામાજિક કાર્યક્રમોમાં પણ સાથે જોવા મળ્યા હતા જેના કારણે તેમના ફેન્સ અને નજીકના લોકો તેમના છૂટાછેડાના નિર્ણયથી આશ્ચર્યચકિત છે. તાજેતરમાં, બંનેએ તેમની મિયામી હવેલી પણ વેચી દીધી છે, જેનાથી તેમના સંબંધોમાં અલગતા વધુ મજબૂત થઈ છે.

joe jonas and sophie turner

જણાવી દઈએ કે બંનેએ 2016માં ડેટિંગ શરૂ કરી હતી. આ પછી, 2017 માં તેમની સગાઈ થઈ અને પછી 2019 માં બંનેએ લાસ વેગાસમાં લગ્ન કર્યા. આ પછી, બંનેએ 2020 માં પ્રથમ બાળક અને 2022 માં બીજા બાળકનું સ્વાગત કર્યું. પ્રોફેશનલ કરિયરની વાત કરીએ તો જોય અને સોફી પોતપોતાની કરિયરમાં ખૂબ જ એક્ટિવ છે. સોફી જહાં ગેમ્સ ઓફ થ્રોન્સ જેવી ટીવી સીરીઝ માટે ફેમસ છે. જ્યારે જોયે તેના બે ભાઈઓ સાથે મ્યુઝિકલ ટૂર પૂર્ણ કરી છે. જોય અને સોફી પ્રિયંકા ચોપરાના સાળા લાગે છે.

આ પણ વાંચો:FILM INDUSTRY/એક એવી બોલિવૂડની ‘ઝીરો બજેટ’ ફિલ્મ જેને શૂટ કરવા માટે એક પૈસો પણ ખર્ચાયો ન હતો

આ પણ વાંચો:Shahrukh-Gauri Entry/કિંગ ખાને ગૌરી સાથે કરી શાહી એન્ટ્રી, ચાહકોએ કહ્યું- તમારી સક્સેસ પાર્ટીની રાહ જોઈ રહ્યા છીએ

આ પણ વાંચો:R Madhavan/આર માધવન બન્યા FTIIના પ્રમુખ , મંત્રી અનુરાગ ઠાકુરે પાઠવ્યા અભિનંદન