Not Set/ ઈરફાન ખાન બાદ આ અભિનેત્રી પણ બની કેન્સરની મહામારીનો શિકાર

બોલીવૂડની મશહૂર અભિનેત્રીઓમાં ગણનાપાત્ર સોનાલી બેન્દ્રેના ફેંસ માટે એક ખરાબ ખબર છે. તેઓ અત્યારે કેન્સરની બીમારીનો સામનો કરી રહ્યા છે. ટ્વીટર પર એક પોસ્ટમાં એમણે પોતે જ કેન્સરની બીમારી વિષે જાણકારી આપી હતી. pic.twitter.com/KK2blEEz6L— Sonali Bendre Behl (@iamsonalibendre) July 4, 2018 સોનાલી બેન્દ્રેએ બુધવારે એક ભાવુક પોસ્ટમાં લખ્યું કે ક્યારેક, જયારે તમે જીંદગીથી ઓછામાં ઓછાની […]

India Trending Entertainment
Sonali cancer story d ઈરફાન ખાન બાદ આ અભિનેત્રી પણ બની કેન્સરની મહામારીનો શિકાર

બોલીવૂડની મશહૂર અભિનેત્રીઓમાં ગણનાપાત્ર સોનાલી બેન્દ્રેના ફેંસ માટે એક ખરાબ ખબર છે. તેઓ અત્યારે કેન્સરની બીમારીનો સામનો કરી રહ્યા છે. ટ્વીટર પર એક પોસ્ટમાં એમણે પોતે જ કેન્સરની બીમારી વિષે જાણકારી આપી હતી.

સોનાલી બેન્દ્રેએ બુધવારે એક ભાવુક પોસ્ટમાં લખ્યું કે ક્યારેક, જયારે તમે જીંદગીથી ઓછામાં ઓછાની આશા રાખતા હો, ત્યારે જીવન તમને કર્વબોલ ફેંકે છે. મને હાલમાં જ હાઈગ્રેડ કેન્સર થયું છે. એક અજીબ દર્દની ફરિયાદ બાદ કેટલાક ટેસ્ટમાં, મને કેન્સર હોવાનો ખુલાસો થયો છે. મારો પરિવાર અને મારા મિત્રો ચારે બાજુ છે, જે મને બેસ્ટ સપોર્ટ આપી રહ્યા છે.

sonali bendre is diagnosed with cancer 644x362 e1530694394468 ઈરફાન ખાન બાદ આ અભિનેત્રી પણ બની કેન્સરની મહામારીનો શિકાર

સોનાલીએ લખ્યું કે હું મારા મિત્રો અને પરિવારની ખુબ આભારી છુ. આ બીમારીથી લડવા માટે પરિવારના સપોર્ટથી સારું કઈ નથી. હાલમાં ડોકટરોની સલાહ બાદ, ન્યુયોર્કમાં ઈલાજ પ્રક્રિયા ચાલી રહી છે. આપને આશાવાદી રહે પડશે અને હું દરેક પગલે લડવા તૈયાર છુ. હું આ જંગ લડીને બતાવીશ કારણ કે મારી સાથે મારા પરિવાર અને મિત્રોની તાકાત છે.

actor sonali bendre 674c8742 7435 11e6 86aa b218fe1cd668 e1530694420300 ઈરફાન ખાન બાદ આ અભિનેત્રી પણ બની કેન્સરની મહામારીનો શિકાર

સોનાલી બેન્દ્રે પહેલા અભિનેતા ઈરફાન ખાનને પણ કેન્સર હોવાનું સામે આવી ચુક્યું છે. અને તેઓ પણ લંડનમાં ઈલાજ કરવી રહ્યા છે. મનીષા કોઈરાલા, લીઝા રે, યુવરાજ સિંહે પણ કેન્સર સામે કામયાબ જંગ લડી છે.