Not Set/ ફિફા વર્લ્ડકપ : આ આઠ ટીમો વચ્ચે જામશે મહાકુંભનો ક્વાર્ટર ફાઈનલ જંગ

મોસ્કો, રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપ ૨૦૧૮માં મંગળવારે પ્રી- ક્વાર્ટર ફાઈનલનો જંગ સમાપ્ત થયા બાદ હવે ફુટબોલનો મહાકુંભ તેના અંતિમ દોર તરફ આગળ વધી રહ્યો છે. અંતિમ-૧૬ના મુકાબલા બાદ હવે અંતિમ – ૮ ટીમો સામે આવી છે, ત્યારે આ ટીમો વચ્ચે જોરદાર ટક્કર થવાની સંભાવના છે. આર્જેન્ટીના, ગત ચેમ્પિયન જર્મની, પોર્ટુગલ અને સ્પેન જેવી દુનિયાની દિગ્ગજ […]

Trending Sports
12 06 2018 fifa wc 18070610 ફિફા વર્લ્ડકપ : આ આઠ ટીમો વચ્ચે જામશે મહાકુંભનો ક્વાર્ટર ફાઈનલ જંગ

મોસ્કો,

રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપ ૨૦૧૮માં મંગળવારે પ્રી- ક્વાર્ટર ફાઈનલનો જંગ સમાપ્ત થયા બાદ હવે ફુટબોલનો મહાકુંભ તેના અંતિમ દોર તરફ આગળ વધી રહ્યો છે. અંતિમ-૧૬ના મુકાબલા બાદ હવે અંતિમ – ૮ ટીમો સામે આવી છે, ત્યારે આ ટીમો વચ્ચે જોરદાર ટક્કર થવાની સંભાવના છે.

આર્જેન્ટીના, ગત ચેમ્પિયન જર્મની, પોર્ટુગલ અને સ્પેન જેવી દુનિયાની દિગ્ગજ ટીમો પહેલેથી જ વર્લ્ડકપમાંથી બહાર થઈ ચુકી છે, જયારે યજમાન રશિયા પહેલી વખત વર્લ્ડકપના ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી મારી છે જયારે પાંચ વારની વર્લ્ડ ચેમ્પિયન ટીમ બ્રાઝિલે ૭મી વખત અંતિમ-૮માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

ફિફા વર્લ્ડકપના અંતિમ – ૧૬ના મુકાબલા સમાપ્ત થયા બાદ આઠ ટીમો સામે આવી છે એમાં ઉરુગ્વે, ફ્રાંસ, બ્રાઝિલ, બેલ્જિયમ, સ્વીડન, ઈંગ્લેંડ, રશિયા અને ક્રોએશિયાનો સમાવેશ થાય છે.

ફૂટબોલ મહાકુંભની આ ૮ ટીમો વચ્ચે જામશે જોરદાર ટક્કર :

(૧). પ્રથમ ક્વાર્ટર ફાઈનલ : ઉરુગ્વે   v/s  ફ્રાંસ

તારીખ : ૬ જુલાઈ

સમય : સાંજે ૭.૩૦ વાગ્યે

(૨). બીજી ક્વાર્ટર ફાઈનલ : બ્રાઝિલ  v/s  બેલ્જિયમ

તારીખ : ૬ જુલાઈ

સમય : રાત્રે ૧૧.૩૦ વાગ્યે

(૩). ત્રીજી ક્વાર્ટર ફાઈનલ : સ્વીડન  v/s  ઈંગ્લેંડ

તારીખ : ૭ જુલાઈ

સમય : સાંજે ૭.૩૦ વાગ્યે

(૪). ચોથો ક્વાર્ટર ફાઈનલ : રશિયા v/s ક્રોએશિયા

તારીખ :  ૭ જુલાઈ

સમય : સાંરાત્રે ૧૧.૩૦ વાગ્યે