Not Set/ પુણેની 50 ટકા વસ્તી કોરોનાથી સંક્રમિત : સીરો સર્વે

  કોરોનાવાયરસ રોગચાળાને લઈને દેશનાં ઘણા શહેરોમાં સીરો સર્વે કરવામાં આવી રહ્યો છે. દિલ્હી બાદ મહારાષ્ટ્રનાં પુણેમાં લોકોમાં કોરોનાનાં ચેપને રોકવા માટે સીરો સર્વે કરાયો હતો. જેણે ચોંકાવનારા પરિણામો દર્શાવ્યા છે. સીરો સર્વે અનુસાર પુણેમાં 51.5 ટકા લોકોનાં શરીરમાં એન્ટિબોડીઝ મળી આવી હતી. જણાવી દઇએ કે, શરીરમાં કોવિડ-19 એન્ટિબોડી હોવાનો અર્થ એ છે કે વ્યક્તિને […]

India
8767db2be149d0226601b19143746b87 પુણેની 50 ટકા વસ્તી કોરોનાથી સંક્રમિત : સીરો સર્વે
8767db2be149d0226601b19143746b87 પુણેની 50 ટકા વસ્તી કોરોનાથી સંક્રમિત : સીરો સર્વે 

કોરોનાવાયરસ રોગચાળાને લઈને દેશનાં ઘણા શહેરોમાં સીરો સર્વે કરવામાં આવી રહ્યો છે. દિલ્હી બાદ મહારાષ્ટ્રનાં પુણેમાં લોકોમાં કોરોનાનાં ચેપને રોકવા માટે સીરો સર્વે કરાયો હતો. જેણે ચોંકાવનારા પરિણામો દર્શાવ્યા છે. સીરો સર્વે અનુસાર પુણેમાં 51.5 ટકા લોકોનાં શરીરમાં એન્ટિબોડીઝ મળી આવી હતી.

જણાવી દઇએ કે, શરીરમાં કોવિડ-19 એન્ટિબોડી હોવાનો અર્થ એ છે કે વ્યક્તિને ચેપ લાગ્યો છે. આનો અર્થ એ કે શહેરનાં અડધાથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. આ એન્ટિબોડી એ લોકોમાં હોય છે જેઓ કોરોના વાયરસથી સ્વસ્થ થયા છે. પુણેમાં સીરો સર્વેનાં પરિણામો સોમવારે જાહેર કરાયા હતા. પુણેમાં મહામારી અને સીરમ સર્વિલાંસ કોવિડ-19 ની સ્ટડી નગર હેઠળ પાંચ પ્રભાવિત વિસ્તારોમાં 1644 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તપાસમાં જાણવા મળ્યું કે 51.5 ટકા લોકોને કોરોના એન્ટિબોડીઝ હોવાનું જણાયું છે. જેનો અર્થ છે કે, પૂણેમાં આટલા ટકા કોરોનાનો શિકાર થઇ ચુક્યા છે. જણાવી દઇએ કે, શરીરમાં કોઈ ચોક્કસ એન્ટિબોડીની હાજરી શોધવા માટે સીરોલોજીકલ સર્વે કરવામાં આવે છે. આ બતાવે છે કે કોઇ બિમારી વસ્તીનાં કેટલા ભાગમાં અને કઇ દિશામાં ફેલાઇ છે.

આ પણ વાંચો- આફ્રિકન દેશ માલીમાં સેનાનો વિદ્રોહ, રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રીને બનાવ્યા બંધક

પુણે શહેરમાં 18 વર્ષથી વધુ વયનાં લોકોની સંખ્યા 3.66 લાખ છે. શહેરનાં 5 સૌથી પ્રભાવિત વિસ્તારોમાંથી 1664 પુખ્ત વયનાં નમૂના લેવામાં આવ્યા છે. આ અભ્યાસ પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થાનાં સહયોગથી કરવામાં આવ્યો હતો. પુણેમાં, રોગચાળા અને સીરમ સર્વેલન્સ હેઠળ 5 સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં લેવામાં આવેલા નમૂનાઓમાં પોઝિટિવિટીનો દર 36.1 ટકાથી 65.4 ટકાની વચ્ચે હતો. સર્વેમાં 52.8 ટકા પુરુષ અને 51.1 ટકા મહિલાઓમાં એન્ડોબોડીઝ મળી આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.