Not Set/ સરકારના દાવા કે નાકામી : નોટબંધી લાગુ કરાયા બાદ મોદી સરકારે ગણાવ્યા હતા ૧૦ લાભ, પરંતુ થઇ ચુક્યા છે આ ૫ નુકશાન

નવી દિલ્હી, ૮ નવેમ્બર, ૨૦૧૬ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અચાનક જ દેશભરમાં નોટબંધી કરવાનો નિર્ણય કરતા ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પીએમ મોદીના આ અચાનક નિર્ણયથી દેશભરમાં હડકંપ મચ્યો હતો. બીજી બાજુ મોદી સરકાર દ્વારા દેશભરમાં નોટબંધી કરવા અંગે દેશની અર્થવ્યવસ્થાને મોટો ફાયદો પહોચવાનો દાવો કરાયો હતો. આજે […]

Top Stories India Trending
black money

નવી દિલ્હી,

૮ નવેમ્બર, ૨૦૧૬ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અચાનક જ દેશભરમાં નોટબંધી કરવાનો નિર્ણય કરતા ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પીએમ મોદીના આ અચાનક નિર્ણયથી દેશભરમાં હડકંપ મચ્યો હતો.

બીજી બાજુ મોદી સરકાર દ્વારા દેશભરમાં નોટબંધી કરવા અંગે દેશની અર્થવ્યવસ્થાને મોટો ફાયદો પહોચવાનો દાવો કરાયો હતો. આજે નોટબંધી કરવાને લઇ ૧ વર્ષ અને ૯ મહિના જેટલો સમય થઇ ચુક્યો છે. આ સમયગાળા દરમિયાન કેટલાક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા મળેલી પ્રતિક્રિયા બાદ સરકારને આ મુદ્દે ઘણી આલોચનાઓનો સામનો કરવો પડ્યો છે.

જો કે આ નોટબંધીના ૧ વર્ષ અને ૯ મહિના બાદ રિઝર્વ બેંક (RBI) દ્વારા હવે અંતિમ આકંડા રજુ કરવામાં આવ્યા છે. RBIના જણાવ્યા મુજબ, આ સમયગાળામાં ૯૯.૩ ટકા ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જૂની નોટો પાછી લાવવામાં આવી છે.

આ અંગે RBI દ્વારા કહેવામાં આવ્યું, “આ મુદ્રામાંથી ૧૦,૭૦૦ કરોડ રૂપિયા બેન્કિંગ પ્રણાલીમાં પાછા ફર્યા નથી. આ ધનરાશિ RBIના એન્યુઅલ રિપોર્ટના આધાર પર આ મુદ્રામાંથી બેન્કિંગ પ્રણાલીમાં ૧૫.૪૨ લાખ કરોડ રૂપિયાના પાછા ફરેલા ૧૫.૩૧ લાખ કરોડ રૂપિયાની રાશિના ઘટાડા બાદ આ આંકડા સામે આવ્યા છે.

આજથી લગભગ ૧ વર્ષ અને ૯ મહિના પહેલા નોટબંધી કર્યા બાદ દાવો કરવામાં આવ્યો હતો કે, દેશમાં ભ્રષ્ટાચાર પર લગામ, કેશલેસ ઈકોનોમીને પ્રોત્સાહન સહિતના ૧૦ ફાયદાઓ થવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ આ તમામ દાવાઓ માત્ર કાગળ પર જ જણાઈ રહ્યા છે. બીજી બાજુ આ સમય દરમિયાન ફાયદાઓ થવાના બદલે નુકશાન પણ સામે જોવા મળી રહ્યું છે.

નોટબંધી બાદ સરકાર દ્વારા કરાયેલા દાવાઓ :

૧. ભ્રષ્ટાચાર પર લગામ

૨. કેશલેસ ઇકોમોનીને પ્રોત્સાહન

૩. ફેક કરન્સી પર લગામ

૪. રિયલ એસ્ટેટ સેકટરમાં પારદર્શિતા

૫. કાળાનાણા પર બ્રેક

૬. ટેક્સ બેસમાં વધારો

૭. પેરેલલ (સમાંતર) ઈકોનોમી પર બ્રેક

૮. લોકોના ફાઈન્સશિયલ સેવિંગ્સમાં વધારો

૯. દેશની બેંકોની કમાણીમાં વધારો

૧૦. લોન સસ્તી થવી

નોટબંધી બાદ દેશભરમાં જોવા મળી રહેલી ૫ નુકશાન :

૧. દેશની GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડ્કટ)

૨. સરકારની કમાણીમાં ઘટાડો

૩. દેશના સામાન્ય વ્યક્તિના સેવિંગ્સમાં ઘટાડો

૪. બેરોજગારીમાં વધારો

૫. દેશની બેંકોના દેવામાં વધારો