Not Set/ ફરી એકવાર કચ્છની ધરા ધ્રૂજી, અનુભવાયો 4.2નો આંચકો

કચ્છ, કચ્છમાં એકવાર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી હતી. બપોરના સમયે કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો આવતા લોકો ડરનો માહોલ સર્જાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ છે. બપોરે 2:43 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 6 કિમી દૂર હોવાનું સામે આવ્યું છે. કચ્છમાં પાંચ જેટલી ફોલ્ટ લાઈન આવેલી છે. જેના કારણે […]

Top Stories Gujarat Others Videos
aaay 18 ફરી એકવાર કચ્છની ધરા ધ્રૂજી, અનુભવાયો 4.2નો આંચકો

કચ્છ,

કચ્છમાં એકવાર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી હતી. બપોરના સમયે કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો આવતા લોકો ડરનો માહોલ સર્જાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ છે. બપોરે 2:43 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 6 કિમી દૂર હોવાનું સામે આવ્યું છે. કચ્છમાં પાંચ જેટલી ફોલ્ટ લાઈન આવેલી છે. જેના કારણે કચ્છમાં અવારનવાર ભૂકંપનાં આંચકા અનુભવાતા હોય છે.આ ફોલ્ટ લાઇનમાંથી વાગડ ફોલ્ટ લાઇન સૌથી વધુ સક્રિય હોવાનું મનાય છે. આ ફોલ્ટ લાઇનના કારણે આજે 2.44 વાગ્યે 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ આંચકો ભચાઉ ઉપરાંત રાપર, આદિપુર, ગાંધીધામ સુધી અનુભવાયો હતો.

ભૂકંપની સૌથી વધુ તીવ્રતા ભચાઉમાં નોંધાઈ છે, જ્યારે આંચકો ગાંધીધામ, આદિપુર અને રાપરમાં પણ તેની અસર નોંધાઈ છે.

આપને જણાવી દઈએ કે વર્ષ 2001માં આવેલાં ભયાનક ભૂકંપની યાદ ફરીથી લોકોનાં દિમાગમાં છવાઈ ગઈ હતી. 2001ના ભૂકંપમાં હજારો લોકોનાં મોત નિપજ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.