નાપાક મનસૂૂબા/ LOC પર સુરંગ બનાવવાની નાપાક હરકત,ચીન પાકિસ્તાનને કરી રહ્યું છે મદદ,જાણો

ચીન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને ભારતને ઘેરીને તેની ગતિવિધિઓને વધારવા માટે દરેક શક્ય રીતે મિત્ર પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે

Top Stories India
4 2 19 LOC પર સુરંગ બનાવવાની નાપાક હરકત,ચીન પાકિસ્તાનને કરી રહ્યું છે મદદ,જાણો

ચીન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને ભારતને ઘેરીને તેની ગતિવિધિઓને વધારવા માટે દરેક શક્ય રીતે મિત્ર પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે. પાકિસ્તાનની સાથે ચીન પણ નિયંત્રણ રેખા (એલઓસી) પર સંરક્ષણ માળખાના નિર્માણમાં વ્યસ્ત છે. તે પાકિસ્તાનને માત્ર ડ્રોન અને ફાઈટર એરક્રાફ્ટ જ નથી આપી રહ્યું પરંતુ એલઓસી પર કોમ્યુનિકેશન ટાવર સ્થાપિત કરવામાં અને અંડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં પણ મદદ કરી રહ્યું છે. સૈન્ય અધિકારીઓનું કહેવું છે કે ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) અને PoKમાં હાઇડ્રલ પ્રોજેક્ટના નિર્માણ હેઠળ પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે. ચીનના સૈનિકો અને એન્જીનીયરો એલઓસી પર અંડરગ્રાઉન્ડ બંકરો બનાવવામાં પાકિસ્તાન આર્મીની મદદ કરી રહ્યા છે. પાકિસ્તાની સેનાએ સત્તાવાર રીતે આ અંગે મૌન સેવ્યું છે પરંતુ ગુપ્તચર એજન્સીઓને આ અંગે માહિતી મળી રહી છે. તાજેતરમાં, ચાઈનીઝ બનાવટના 155 એમએમ ટ્રક-માઉન્ટેડ હોવિત્ઝર્સ એસએચ-15 એલઓસી પર કેટલીક જગ્યાએ જોવા મળ્યા હતા. ગયા વર્ષે પાકિસ્તાન ડે પરેડમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2022માં ચીને આ 236 તોપો માટે પાકિસ્તાન સાથે કરાર કર્યો હતો.

લંડનના જેન્સ ડિફેન્સ મેગેઝિન અનુસાર, પાકિસ્તાને આ SH-15 તોપોની સપ્લાય માટે ચીનની કંપની નોર્થ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ કોર્પોરેશન સાથે કરાર કર્યો હતો. આ અંતર્ગત આ તોપોની પ્રથમ બેચ હેઠળ જાન્યુઆરી 2022માં 236 તોપોની ડિલિવરી કરવામાં આવી હતી. નિષ્ણાતોના મતે, ચીનના 46 અબજ ડોલરના CPEC પ્રોજેક્ટ હેઠળ, ચીની સેના સામાન્ય રીતે PoKમાં જોવા મળી છે.

CPEC પ્રોજેક્ટ કરાકોરમ હાઇવે દ્વારા કરાચીના ગ્વાદર બંદરને ચીનના શિનજિયાંગ પ્રાંત સાથે જોડે છે. જોકે આ વિસ્તાર ચીનના ગેરકાયદે કબજા હેઠળ છે. અધિકારીઓનું કહેવું છે કે ચીનના નિષ્ણાતો PoKમાં લિપા ખીણમાં કેટલીક સુરંગો ખોદી રહ્યા છે. તેમજ કારાકોરમ હાઇવે સુધી પહોંચી શકાય તે માટે એક ઓલ-વેધર રોડ બનાવવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે 2007માં ચીનની એક ટેલિકોમ કંપનીએ પાકિસ્તાનની એક ટેલિકોમ કંપનીને હસ્તગત કરી હતી અને ચાઈના મોબાઈલ પાકિસ્તાનની રચના થઈ હતી. આ કંપની ચાઈના મોબાઈલ કોમ્યુનિકેશન કોર્પોરેશનની માલિકીની છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી (PTA) એ નેક્સ્ટ જનરેશન મોબાઇલ સર્વિસિસના વિસ્તરણને મંજૂરી આપી હતી. તે સમયે ભારતે ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં ચીનની હાજરીનો વિરોધ કર્યો હતો. ભારત અને પાકિસ્તાન 25 ફેબ્રુઆરી 2021થી યુદ્ધવિરામનું પાલન કરી રહ્યા છે.