રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવ નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. સાડા દસ વાગ્યે આ અંગેના શપથ લેવામાં આવ્યા હતા. જૂના ચાર મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યુ છે જેમાં ધર્મેન્દ્ર પ્રધાન પ્રમોશન, પીયુષ ગોયેલ, નિર્મલા સીતારામન, મુખ્તાર અબ્બાસ નકવીને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શપથ લેવડાવ્યા હતા.
કેન્દ્રની મોદી સરકારના ત્રીજા મંત્રીમંડળ ફેરબદલ અને વિસ્તરણ તથા નવા મંત્રીઓનો શપથ સમારંભ 3 સપ્ટેમ્બર ને રવિવારના રોજ યોજાયો હતો. 2019 પહેલાં થનારું આ છેલ્લું મંત્રીમંડળ વિસ્તરણ હોવાનું કહેવાઇ રહ્યું છે. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ નવા 9 મંત્રીઓ સાથે બ્રેકફાસ્ટ પર ચર્ચા કરી હતી. નોંધનીય છે કે, મંત્રીમંડળ ફેરબદની તારીખ જાહેર થાય એ પહેલાં જ 6 કેન્દ્રિય મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું. નવા નવ ચહેરા માં અલ્ફોંસ કન્નાનથનંમ, સત્યપાલ સિંહ, રાજસ્થાનના ગજેન્દ્રસિંહ શેખાવત, હરદીપસિંહ પુરી, આર.કે.સિંહ, કર્ણાટકના અનંતકુમાર હેગડે, મધ્યપ્રદેશના વિરેન્દ્રકુમાર, શિવ પ્રતાપ શુક્લા, અશ્વિની કુમાર ચૌબેએ લીધી મંત્રી પદની શપથ.
