Not Set/ યુવાનો અને મહિલાઓમાં મોબાઈલ ફોબિયા દૂર કરવાનો પ્રયાસ, જૈનાબાદ શાળાના બાળકો મોબાઈલ લાઈબ્રેરીથી લોકોને ઘરે ઘરે પુસ્તકો પહોંચાડશે

જનુ યુવાધન મોબાઇલ ફોબિયા પાછળ ઘેલુ બની જીવન બરબાદ કરી રહ્યું છે. ત્યારે જૈનાબાદ ડેઝર્ટ કોર્સિસ, સર ઝુબેદા બેગમ હાઇસ્કુલ અને ગ્રીન હોપ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શરૂ કરેલા અનોખુ પ્રોજેક્ટને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે.

Gujarat Others
Untitled 113 યુવાનો અને મહિલાઓમાં મોબાઈલ ફોબિયા દૂર કરવાનો પ્રયાસ, જૈનાબાદ શાળાના બાળકો મોબાઈલ લાઈબ્રેરીથી લોકોને ઘરે ઘરે પુસ્તકો પહોંચાડશે

આજનુ યુવાધન મોબાઇલ ફોબિયા પાછળ ઘેલુ બની જીવન બરબાદ કરી રહ્યું છે. ત્યારે જૈનાબાદ ડેઝર્ટ કોર્સિસ, સર ઝુબેદા બેગમ હાઇસ્કુલ અને ગ્રીન હોપ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શરૂ કરેલા અનોખુ પ્રોજેક્ટને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. જૈનાબાદ શાળાના બાળકો રીક્શામાં મોબાઇલ લાઇબ્રેરીથી બાળકો, ગૃહિણીઓ અને વૃધ્ધોને ઘેર-ઘેર ખ્યાતનામ પુસ્તકોનું વિતરણ કરી જ્ઞાનનું ભાથુ પીરસશે.

આજના હરિફાઈ અને દોડધામ ભર્યા યુગમાં પણ યુવાધન અને મહિલાઓમાં મોબાઇલ ફોબિયાને લીધે કિંમતી સમય અને જીવન બરબાદ કરી રહ્યાં છે. ત્યારે જૈનાબાદ સ્ટેટ એમ.એસ.મલીક, જૈનાબાદ ડેઝર્ટ કોર્સિસના ધનરાજ મલીક અને જૈનાબાદની જ સર ઝુબેદા બેગમ હાઇસ્કુલના આચાર્ય ટી.જી.મલીકે ગ્રીન હોપ્સ ફાઉન્ડેશન સાથે મળીને જૈનાબાદમાં શાળાના બાળકો દર શનિવાર અને રવિવારના દિવસે રીક્શામાં મોબાઇલ લાઇબ્રેરી દ્વારા બાળકોને ચિત્રો, કોમ્પ્યુટર અને જનરલ નોલેજની પુસ્તકો, ગૃહિણીઓને વાર્તાઓ અને રસોઇની રેસીપીની પુસ્તકો અને વડીલોને સૌરાષ્ટ્રની રસધાર સહિત ખ્યાતનામ લેખકોની પુસ્તકોનું ઘેર ઘેર જઇ વિતરણ કરશે,

ઓગસ્ટ શનિવારથી જૈનાબાદ ગામેથી શરૂ કરેલા આ અનોખો પ્રોજેક્ટને પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યોં છે. આવતા શનિ-રવિવારે જૈનાબાદના અન્ય વિસ્તારમાં આ પ્રોજેક્ટ કરાશે. જૈનાબાદ ગામથી શરૂ કરેલો આ સુક્ષ્મ પ્રયાસ આજુબાજુના ગામડાઓ સુધી પહોંચાડી ધીમે ધીમે વિશાળ વટ વૃક્ષ બનશે.

આજનું યુવાધન મોબાઇલ ફોબિયા પાછળ ઘેલું બન્યું છે. અને કહેવાય છે ને કે પુસ્તક મનુષ્યનો સાચો પથદર્શક અને મિત્ર બની શકે છે. અને મહાન વિભૂતિઓની પુસ્તકોથી લોકોના વિચારોમાં આમૂલ પરિવર્તન આવશે. જૈનાબાદમાં આ પ્રયોગની શુભ શરૂઆત કરી દેવાઇ છે. અને કહેવાય છે ને કે,ફક્ત જ્ઞાન જ વ્યક્તિનું એવુ ઘરેણુ છે કે, જેની કોઇ ચોરી કરી શકતું નથી.સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) ગ્રીન હોપ ફાઉન્ડેશન દ્વારા આખા દેશમાંથી આ પ્રોજેક્ટ માટે જૈનાબાદની સર ઝુબેદા બેગમ હાઇસ્કુલને જ આ પ્રોજેક્ટ માટે પંસદ કરી હતી. 2021માં જ યોજાયેલી એક સ્પર્ધામાં ગ્રીન હોપ ફાઉન્ડેશન દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને સૂર્યકૂકર આપીને પ્રોત્સાહિત કર્યા હતા.