Not Set/ સુરત બાદ રોઝી બંદર પાસેથી રૂપિયા 10 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

જામનગરમાંથી 10 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. રોઝી બંદર પાસે ATS અને સ્થાનિક પોલીસનુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 2 કિલોથી વધુ હેરોઇનનો જથ્થો ઝડપાયો છે.

Top Stories Gujarat Others
ડ્રગ્સ
  • જામનગર પાસેથી રૂપિયા 10 કરોડનુ ડ્રગ્સ ઝડપાયુ
  • રોઝી બંદર પાસે ATS અને સ્થાનિક પોલીસનુ ઓપરેશન
  • 2 કિલોથી વધુ હેરોઇનનો જથ્થો ઝડપાયો
  • અગાઉના ડ્રગ્સ કાંડમાં મળેલી માહિતીના આધારે ઓપરેશન
  • પકડાયેલા શખ્સે માહિતી આપી અને વધુ ડ્રગ્સ મળ્યુ
  • ટુંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત

ગુજરાત ડ્રગ્સનું હબ બની ગયુ છે. એક સમયે પંજાબમાં ડ્રગ્સ માટે બદનામ હતું, ત્યારે હવે ગુજરાત ધીરે ધીરે ડ્રગ્સનુ સેન્ટર બની ગયુ છે. ગુજરાતના દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘૂસાડવાનુ મોટુ ષડયંત્ર ચાલી રહ્યુ છે. ત્યારે સુરત બાદ હવે જામનગરમાંથી 10 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. રોઝી બંદર પાસે ATS અને સ્થાનિક પોલીસનુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 2 કિલોથી વધુ હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. પકડાયેલા શખ્સે માહિતી આપી અને વધુ ડ્રગ્સ મળ્યુ હતું.

આ પણ વાંચો :સુરતીમાંથી પકડાયો 1 કરોડનો ગાંજો, પોલીસ આ રીતે કર્યો પર્દાફાશ

આ પહેલા સુરતના પુણા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ નિયોલ ચેક પોસ્ટ પરથી રવિવારે ગાંજા સાથે ઝડપાયેલો અરુણ મહાદીપ (ઉ.વ.37) ડીંડોલી વિસ્તારનો રહેવાસી અને અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું મળતી માહિતી અનુસાર સામે આવ્યું છે. હાલ ડીસીપી પોલીસે એક કરોડ રૂપિયાના ગાંજા સાથે ઝડપાયેલા ઇસમની સધન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાતના ડ્રગ્સનૂ દૂષણ ડામવા માટે કટિબદ્ધ બન્યા છે. ત્યારે તેમના હોમ ટાઉનમાં જ બીજા શહેરોમાંથી ગાંજો લાવતા અનેક પેડલરો સામે ડીસીબીએ લાલ આંખ કરી છે. જોકે, એક કરોડના ગાંજાના મામલામાં અનેક મોટા નામ ખૂલે તેવી શક્યતા છે.

આ પણ વાંચો :દર્શન કરીને પરત ફરતા લોકોને નડ્યો અકસ્માત, વાન કન્ટેનરમાં ઘુસી જતાં 4 ના મોત

આ પણ વાંચો :આજથી ધો.1 થી 5ની શાળાઓ શરૂ, ઓફલાઇન શિક્ષણ માટે વાલીની મંજૂરી જરૂરી

આ પણ વાંચો :રાજુલામાં ખાખબાઇ ગામ નજીક માતાજી તરીકે ઓળખાતા સાધ્વીની હત્યા

આ પણ વાંચો : મમ્મીને કોઇની સાથે ફોન પર વાત કરે છે, આ બોલતા સગીરને મામા-માસીએ માર્યો ઢોરમાર