Cricket/ શોએબ મલિક ટૂર્નામેન્ટ અધ વચ્ચે છોડી જશે દુબઈ, કારણ જાણી ટેન્શનમાં આવશે પાક. ફેન

પાકિસ્તાનનો દિગ્ગજ ઓલરાઉન્ડર શોએબ મલિક તેના પુત્રની બિમારીને કારણે સોમવારે બાંગ્લાદેશ સામેની ત્રીજી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચમાં રમી શકશે નહીં.

Sports
શોએબ મલિક

પાકિસ્તાનનો દિગ્ગજ ઓલરાઉન્ડર શોએબ મલિક તેના પુત્રની બિમારીને કારણે સોમવારે બાંગ્લાદેશ સામેની ત્રીજી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચમાં રમી શકશે નહીં. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી છે. મલિકે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા છે અને આ દંપતીને ત્રણ વર્ષનો પુત્ર ઇઝાન મિર્ઝા છે.

શોએબ મલિક

આ પણ વાંચો – Cricket / શ્રીલંકાનાં આ બેટ્સમેને પોતાના જ પગ પર મારી કુલ્હાડી, જુઓ કેવી રીતે થયો Out

PCB દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, “શોએબ મલિક પોતાના બાળકની બિમારીને કારણે સોમવારે બાંગ્લાદેશ સામેની ત્રીજી અને અંતિમ T20 મેચમાં ભાગ લેશે નહીં અને મેચ પહેલા દુબઈ જવા રવાના થશે.” મલિકે છેલ્લા કેટલાક મહિનામાં ઘણુ સારું પ્રદર્શન કર્યું છે. શરૂઆતમાં તેને યુનાઈટેડ આરબ અમીરાતમાં T20 વર્લ્ડકપ 2021 માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. જોકે, ટૂર્નામેન્ટનાં થોડા દિવસો પહેલા શોએબ મકસૂદ ઈજાગ્રસ્ત થયો હતો અને તેને બદલવો પડ્યો હતો. મલિકને તેના અનુભવ માટે ટીમમાં લાવવામાં આવ્યો અને યોજના કામ કરી ગઈ. મલિકે ખાસ કરીને અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની જીતમાં ટૂર્નામેન્ટ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. તેણે સ્કોટલેન્ડ સામે માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી ત્યારે તે T20I માં પાકિસ્તાની બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ તોડવામાં પણ સફળ રહ્યો હતો. તે સેમિફાઇનલમાં નિષ્ફળ ગયો હતો. આ પછી ટૂર્નામેન્ટનાં અંતે તે નિવૃત્તિ લેશે તેવી ઘણી અટકળો થઇ પરંતુ તેણે પોતાની રમત ચાલુ રાખવાનો નિર્ણય કર્યો.

શોએબ મલિક

આ પણ વાંચો – India vs Newzealand / મેચમાં એક ક્ષણ એવી આવી કે કોચ દ્રવિડે ખુશ થઇને ફિલ્ડિંગ કોચની થપથપાવી પીઠ

39 વર્ષીય શોએબે ટીમ સાથે બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો પરંતુ તે વધુ કઇંક કરી શક્યો નથી. તેણે પ્રથમ મેચમાં ખાતું પણ ખોલ્યું ન હતું અને બીજી મેચમાં તેને બેટિંગ કરવાની તક મળી ન હોતી. મલિકની ગેરહાજરીને કારણે હવે ટીમમાં અન્ય ખેલાડીઓને તક મળશે. પાકિસ્તાન પહેલા જ શ્રેણી જીતી ચૂક્યું છે. હવે જોવાનું એ રહેશે કે તેઓ શોએબ મલિકની જગ્યાએ કયા ખેલાડીને ટીમમાં સામેલ કરે છે. T20I શ્રેણી પછી, પાકિસ્તાન 26 નવેમ્બરથી બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ રમશે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે.