લદ્દાખ/ હનલે ઘાટીમાં 15 હજાર ફૂટની ઉંચાઇ પર ફરક્યો રાષ્ટ્રધ્વજ, સૈનિકોના સમુહે આપી સલામી

રાષ્ટ્રધ્વજ હનલે ઘાટીમાં ફરકાવવામાં આવ્યો છે. ભારતીય સેનાની ફાયર એન્ડ ફ્યૂરી કોરે ઝંડો ફરકાવ્યો અને તેનો એક વીડિયો પણ ટ્વીટર પર શેયર કર્યો.

India
રાષ્ટ્રધ્વજ

15 હજાર ફૂટની ઉંચાઇએ લેહની હનલે ઘાટીમા ભારતીય સેનાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે.. સેના દ્વારા 76 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. ભારતીય સેના અને ફ્લેગ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ રાષ્ટ્રધ્વજનું નિર્માણ કરવામાં આવ્યું . સેનાએ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો આ વીડિયો ટ્વીટર પર શેયર કર્યો છે.

આ પણ વાંચો :આ જમાનાનો શાહજહાં, યુવકે પત્નીને તાજમહેલ જેવું ઘર કર્યું ગીફ્ટ, જુઓ તસ્વીરો

ભારત-ચીન  વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદની વચ્ચે ભારતીય સેનાએ રવિવારે લદ્દાખમાં 15,000 ફૂટની ઉંચાઈ પર 76 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ રાષ્ટ્રધ્વજ હનલે ઘાટીમાં ફરકાવવામાં આવ્યો છે. ભારતીય સેનાની ફાયર એન્ડ ફ્યૂરી કોરે ઝંડો ફરકાવ્યો અને તેનો એક વીડિયો પણ ટ્વીટર પર શેયર કર્યો.રાષ્ટ્રધ્વજનું નિર્માણ ભારતીય સેના અને ફ્લેગ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.ભારતીય સેનાએ જણાવ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ આ ઝંડાને ફરકાવવામાં આવ્યો છે. વીડિયોમાં સૈનિકોના બે સમૂહ ધ્વજને સલામી આપતા નજરે પડી રહ્યા છે. જ્યારે બેકગ્રાઉન્ડમાં રાષ્ટ્રગીત વાગી રહ્યું છે.

ભારતીય સેનાના આ પગલાને દુશ્મનો માટે એક મજબૂત સંદેશ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. આ પહેલા 2 ઓક્ટોબરે લેહમાં દુનિયાનો સૌથી મોટો ખાદી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ઝંડો 225 ફૂટ લાંબો અને 150 ફૂટ પહોળો હતો. શ્રીનગરમાં રક્ષા જનસંપર્ક અધિકારી કર્નલ ઈમરોન મુસાવીએ કહ્યું હતું કે ફાયર એન્ડ ફ્યૂરી કોરે લેહ ગેરીસનમાં એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કર્યુ. જ્યાં એક ઉંચા પહાડ પર ઉપરાજ્યપાલ આરકે માથુર તરફથી વિશાળ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો. મેજર જનરલ એમએમ નરવણે અને ઉત્તરી કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ વાયકે જોશીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ પણ વાંચો :કૃષિ કાયદા પાછા ખેંચવા પર ઉમા ભારતીએ વ્યક્ત કર્યું આશ્ચર્ય

ભારતીય સેનાએ ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે છેલ્લા કેટલાક મહિનામાં લદ્દાખમાં અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આ મહિનાની શરૂઆતમાં ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે 7 નવેમ્બર, 1947ના રોજ શાલટેંગના યુદ્ધમાં કાશ્મીરીઓ અને ભારતીય સૈનિકો દ્વારા આપવામાં આવેલા બલિદાનને યાદ કરવા માટે ઐતિહાસિક ‘શાલટેંગના યુદ્ધ’ને ફરીથી બતાવવા માટે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજ્યો હતો.

આ પણ વાંચો :ભૂલ ન કરશો નહીં તો પીએમ આવાસ યોજનાના લાભોથી વંચિત રહી જશો!

આ પણ વાંચો :BKU ના રાકેશ ટિકૈતે AIMIM ચીફના CAA-NRC નિવેદન પર પલટવાર કર્યો, કહ્યું- ભાજપ અને ઓવૈસી કાકા ભત્રીજા જેવા છે

આ પણ વાંચો :પશ્ચિમ યુપીમાં 110માંથી 100 બેઠકો પર ખેડૂતોનું વર્ચસ્વ, રાજકીય ગણિત સમજો – સરકારે કેમ પીછેહઠ કરવી પડી