કૃષિ આંદોલન/ ઓવૈસી અને ભાજપ વચ્ચે છે કાકા-ભત્રીજાનો સંબંધ : રાકેશ ટિકૈત

ખેડૂતોનાં પ્રદર્શનનું ફળ આખરે તેમને મળ્યુ છે, PM મોદીએ ત્રણ કૃષિ કાયદાઓ પરત લેવાની ખેડૂતોની માંગ સ્વીકારી લીધી છે અને આ કૃષિ કાયદાને પરત લેવાનો નિર્ણય લીધો છે.

Top Stories India
રાકેશ ટિકૈત

ખેડૂતોનાં પ્રદર્શનનું ફળ આખરે તેમને મળ્યુ છે, PM મોદીએ ત્રણ કૃષિ કાયદાઓ પરત લેવાની ખેડૂતોની માંગ સ્વીકારી લીધી છે અને આ કૃષિ કાયદાને પરત લેવાનો નિર્ણય લીધો છે. ત્રણ કૃષિ કાયદાઓ પરત લેવાના નિર્ણય બાદ AIMIM નાં વડા અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકારને CAA અને NRCને રદ કરવાની માંગ કરી છે. ઓવૈસીની આ માંગ પર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ઓવૈસીની માંગનો સખત વિરોધ કર્યો હતો. તેમણે તેમની વચ્ચે કાકા-ભત્રીજાનાં સંબંધો હોવાનુ જણાવ્યુ છે.

આ પણ વાંચો – ભૂલકાઓનું વેકેશન પૂરુ / આજથી ધો.1 થી 5ની શાળાઓ શરૂ, ઓફલાઇન શિક્ષણ માટે વાલીની મંજૂરી જરૂરી

AIMIMનાં વડા અસદુદ્દીન ઓવૈસીની કેન્દ્ર સરકાર પાસેથી CAA અને NRCને રદ કરવાની માંગ પર ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાકેશ ટિકૈતે ઓવૈસી અને ભાજપ વચ્ચે કાકા-ભત્રીજાનાં સંબંધની વાત કહી છે. ટિકૈતે કહ્યું કે, ઓવૈસી અને ભાજપ વચ્ચે કાકા-ભત્રીજાનો સંબંધ છે. તેઓએ ટીવી પર આ વિશે વાત ન કરવી જોઈએ. તે આ વાત સીધી કહી શકે છે. જણાવી દઇએ કે, રવિવારે બારાબંકીમાં એક રેલીને સંબોધતા અસદુદ્દીન ઓવૈસીએ ચેતવણી આપી હતી કે જો CAA અને NRC નાબૂદ કરવામાં નહીં આવે તો વિરોધીઓ રસ્તા પર ઉતરી આવશે અને તેને શાહીન બાગમાં ફેરવી દેશે. દિલ્હીનો શાહીન બાગ CAA અને NRC વિરોધનું કેન્દ્ર હતું, જ્યાં સેંકડો મહિલાઓએ CAA નો વિરોધ કરવા માટે ઘણા મહિનાઓ સુધી વિરોધ કર્યો હતો. કોવિડ-19 મહામારીનાં કારણે લોકડાઉનને પગલે દિલ્હી પોલીસે 2020ની શરૂઆતમાં ધરણાંની જગ્યા ખાલી કરી દીધી હતી.

આ પણ વાંચો – ભૂલકાઓનું વેકેશન પૂરુ /  આજથી ધો.1 થી 5ની શાળાઓ શરૂ, ઓફલાઇન શિક્ષણ માટે વાલીની મંજૂરી જરૂરી

જણાવી દઈએ કે, કેન્દ્રની મોદી સરકાર દ્વારા ત્રણેય નવા કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત બાદ આજે લખનઉમાં સંયુક્ત કિસાન મોરચાની કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપંચાયતનું આયોજન લખનઉનાં ઈકોગાર્ડન (જૂની જેલ) બંગલા બજારમાં કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂત આગેવાનો રાકેશ ટિકૈત, દર્શન પાલ અને અન્ય ઘણા ખેડૂત આગેવાનો ભાગ લઈ રહ્યા છે. આ મહાપંચાયતમાં સંયુક્ત કિસાન મોરચાની ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. કેન્દ્ર દ્વારા ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, ખેડૂત નેતાઓનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર લઘુત્તમ ટેકાનાં ભાવની ખાતરી આપતો કાયદો નહીં બનાવે અને લખીમપુરમાં ખેરી હિંસા કેસ મામલે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રા ‘ટેની’ની ધરપકડ નહીં કરે. ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.