Not Set/ ઇવાંકા ટ્રમ્પ આજથી ભારતની મુલાકાતે, GES-2017 સમિટમાં કરશે અમેરિકાની અગુવાઈ

મંગળવારથી હૈદરાબાદમાં શરુ થઇ રહેલી ત્રણ દિવસય ગ્લોબલ એન્ટ્રપ્રિન્યરશિપ સમિટ ૨૦૧૭ માં ભાગ લેવા માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી અને સલાહકાર ઇવાંકા ટ્રમ્પ હૈદરાબાદ પહોંચ્યા છે. આ સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ મોદી કરશે. આ ઉપરાંત ગ્લોબલ સમિતમાં ભાગ લેવા માટે 127 દેશોના 1200 થી વધુ યુવાન સાહસિકો ભાગ લઈ રહ્યા છે. આ વર્ષની કોન્ફરન્સની થીમ […]

Top Stories
ivanka 5 112817092824 ઇવાંકા ટ્રમ્પ આજથી ભારતની મુલાકાતે, GES-2017 સમિટમાં કરશે અમેરિકાની અગુવાઈ

મંગળવારથી હૈદરાબાદમાં શરુ થઇ રહેલી ત્રણ દિવસય ગ્લોબલ એન્ટ્રપ્રિન્યરશિપ સમિટ ૨૦૧૭ માં ભાગ લેવા માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી અને સલાહકાર ઇવાંકા ટ્રમ્પ હૈદરાબાદ પહોંચ્યા છે. આ સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ મોદી કરશે. આ ઉપરાંત ગ્લોબલ સમિતમાં ભાગ લેવા માટે 127 દેશોના 1200 થી વધુ યુવાન સાહસિકો ભાગ લઈ રહ્યા છે. આ વર્ષની કોન્ફરન્સની થીમ ‘વિમેન ફર્સ્ટ, પ્રોસ્પેરિટી ફોર ઓલ’ રાખવામાં આવી છે.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ત્રમ્પની સલાહકાર ઇવાંકા સાથે પ્રતિનિધિમંડળમાં ઘણા મોટા વહીવટી અધિકારીઓ અને બિઝનેસ જગતના સાહસિકોનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી મુજબ, હૈદરાબાદમાં આશરે 350 અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સમૂહ પહોચી ચુક્યો છે. ઇવાંકા ટ્રમ્પ આ સમિતમાં તમામ પ્રતિનિધિમંડળની આગેવાની કરશે.

ઇવાન્કાએ ભારતની મુલાકાત પહેલાં જણાવ્યું હતું કે, ” આ બંને દેશોના લોકોની મિત્રતા અને અમારા વિકસતા જતા આર્થિક અને સુરક્ષાનું ભાગીદારી પ્રતીક છે’.’  મહત્વનું છે કે, વડાપ્રધાન આ વર્ષે જૂનમાં તેમની યુએસ મુલાકાત દરમિયાન ઇવાંકાત્રમ્પને સમિતમાં ભાગ લેવા માટે વ્યક્તિગત રીતે આમંત્રિત કર્યા હતા.