Not Set/ ઉંઝામાં યોજાઇ રહેલા લક્ષચંડી મહાયજ્ઞમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર બની છે યજ્ઞશાળા

ઉંઝામાં યોજાઇ રહેલા લક્ષચંડી મહાયજ્ઞમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર બની છે યજ્ઞશાળા. આ યજ્ઞશાળા એટલી મોટી બનાવવામાં આવી છે કે તેમાં એક સાથે હજારો લોકો બેસી શકે છે. આ યજ્ઞશાળાને ૨૪ વિઘા જમીનમાં તૈયાર કરવામાં આવી છે. જેમાં ૧૦૮ કુંડ અને ૧૧૦૦ પાટલા ગોઠવવામાં આવ્યા છે. તમને જાણીને નવાઇ લાગશે પણ આટલી મોટી યજ્ઞશાળા માત્ર વાંસમાંથી […]

Top Stories Gujarat Others
unja ઉંઝામાં યોજાઇ રહેલા લક્ષચંડી મહાયજ્ઞમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર બની છે યજ્ઞશાળા

ઉંઝામાં યોજાઇ રહેલા લક્ષચંડી મહાયજ્ઞમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર બની છે યજ્ઞશાળા. આ યજ્ઞશાળા એટલી મોટી બનાવવામાં આવી છે કે તેમાં એક સાથે હજારો લોકો બેસી શકે છે. આ યજ્ઞશાળાને ૨૪ વિઘા જમીનમાં તૈયાર કરવામાં આવી છે. જેમાં ૧૦૮ કુંડ અને ૧૧૦૦ પાટલા ગોઠવવામાં આવ્યા છે. તમને જાણીને નવાઇ લાગશે પણ આટલી મોટી યજ્ઞશાળા માત્ર વાંસમાંથી બનાવવામાં આવી છે.

ઊંઝા ખાતે 18મીથી 22 સુધી ચાલનારા લક્ષચંડી યજ્ઞમાં અંબાજી જેવો 35 ફૂટની હાઇટનો ગબ્બર 2 હજાર વાંસથી 100 ફૂટ પહોળો તૈયાર કરવામાં આવ્યો છે. તેની ફરતે ખાસ પ્રકારની લાઇટો આકર્ષણ માટે લગાવાઇ છે. માતાજીના ગબ્બરની ફરતે ચાર દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

લક્ષચંડી મહાયજ્ઞ ૮૦૦ વીઘા જમીન પર યોજાઇ રહયો છે ત્યારે આ મહાયજ્ઞમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર યજ્ઞશાળા છે. જે ૨૪ વીઘા જમીન પર તૈયાર કરવામાં આવી છે. આ યજ્ઞશાળામાં ૧૦૮ યજ્ઞકુંડ અને ૧૧૦૦ પાટલા ગોઠવવામાં આવ્યા છે. યજ્ઞશાળામાં એકસાથે ૩૫૦૦ વ્યક્તિ અને ૭૦૦ ભૂદેવ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. યજ્ઞશાળામાં ૩૦૦૦ થી વધુ વાસના થાંભલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૧૦૦૦૦થી વધુ વાંસ અને ૨૫ હજાર કિલો સુતરડીનો ઉપયોગ કરીને જમીનથી ૮૧ ફૂંટ ઊંચી યજ્ઞશાળા બનાવવામાં આવી છે. માત્ર લાકડાના ઉપયોગ કરીને જ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે.

25 વીઘા જમીનમાં 18 હજાર પ્રેક્ષકો બેસીને સાંસ્કૃતિક કાર્યકમ જોઈ શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. સાંસ્કૃતિક કમિટિમાં ચેરમેન સહિત 200 જેટલા સ્વંયસેવકો પણ સેવા આપશે. જેમા 60 જેટલી બહેનોનો સમાવેશ થાય છે. સતત ચાર દિવસ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં સંખ્યાબંધ કલાકારોના પણ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જુદા જુદા દિવસે વિશેષ થીમ આધારિત કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. આ કાર્યક્રમો નિહાળી શકે તે માટે પણ અલાયદી બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.

બીજી તરફ આગામી 17થી 23 ડિસેમ્બર સુધી યજ્ઞમાં આવનારા ભક્તોને પીવા માટે શુદ્ધ પાણી ધરોઇ ડેમમાંથી રોજનું 1.5 કરોડ લીટર અપાશે. આ પાણી ઊંઝા પહોંચાડવા માટે ખાસ કેનાલ બનાવાઇ છે. જે દાસજ ગામની હેડવર્ક્સથી રિફાઇન કરીને ઊંઝા લઈ જવામાં આવી છે. ઊંઝા લક્ષચંડી યજ્ઞમાં ભોજન સામગ્રીનો પણ રેકોર્ડ સર્જાયો છે. જેમાં ભોજનમાં વપરાવાની સામગ્રીનો પણ રેકોર્ડ બન્યો છે. જેમાં 3200 ડબ્બા ઘી
2500 ડબ્બા તેલ
500 ક્વીન્ટલ ઘઉં
11 ટન સોજી
50 ટન ખાંડ
11 ટન ચણાનો લોટ
તુવેરદાળ 35 ટન
વાલ 30 ટન
75000 કિલો ચોખા
50 હજાર કિલો બટાટા
10 હજાર કિલો ટામેટા
આ તમામ સામગ્રી દ્વારા રેકોર્ડ સર્જાયો છે.

તો 20 હાજર ફુગામાં ફોરેસ્ટ ખાતા દ્વારા 18 જાતના બીજ ભરીને બલૂન હવામાં ઉડાડીને રેકોર્ડ બનાવ્યો છે. આ બીજ જે જગ્યા પર પડશે ત્યાં પ્રકૃતિનું જતન થઈને ત્યાં વૃક્ષનો ઉછેર થશે, તેવું આયોજન કરાયું છે. સાથે મા ઉમિયાના જય ઘોસ 3 વાર મોટી સંખ્યામાં બોલીને જયકારાનો નારો પાટીદાર સમાજે કરીને પણ રેકોર્ડ બનાવ્યો છે. સાથે 16 લાખ 80 હાજરથી વધુ લાડુ ભક્તોને ભોજનમાં પીરસવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. તે લાડુ એક જ જગ્યા પર એક જ અવસર માટે બનાવવા માટે પણ પાટીદારોએ રેકોર્ડ બનાવ્યો છે. અહી આવેલા શ્રધ્ધાળુઓ આ વ્યવસ્થાને માણીને ભાવવિભાર થઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.