Not Set/ આવું છે વિશ્વ ગુરુની દિશામાં પ્રયાણ કરી રહેલું, ઇ-ગવર્નન્સ યુક્ત, પેપર મુક્ત, ડિઝીટલ ઇન્ડીયા

ભારત ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધતો દેશ છે. સરકાર બધા જ પ્રકારના પેમેન્ટ ઓનલાઈન થાય એવા પ્રયાસો કરે છે. યુવા પેઢી તો અનેક કામો નેટ દ્વારા જ કરે છે. પરિક્ષાઓ ઓન લાઇન છે, હવે તો અનેક સ્કૂલોમાં શિક્ષણ પણ ઓન લાઇન છે, અનેક સુવિધાઓ ઓન લાઇન છે, ત્યારે એવી સ્થિતિ વચ્ચે નેટ બંધ રહેવાથી ભારતને […]

Top Stories Tech & Auto
INTERNET 647 1 આવું છે વિશ્વ ગુરુની દિશામાં પ્રયાણ કરી રહેલું, ઇ-ગવર્નન્સ યુક્ત, પેપર મુક્ત, ડિઝીટલ ઇન્ડીયા

ભારત ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધતો દેશ છે. સરકાર બધા જ પ્રકારના પેમેન્ટ ઓનલાઈન થાય એવા પ્રયાસો કરે છે. યુવા પેઢી તો અનેક કામો નેટ દ્વારા જ કરે છે. પરિક્ષાઓ ઓન લાઇન છે, હવે તો અનેક સ્કૂલોમાં શિક્ષણ પણ ઓન લાઇન છે, અનેક સુવિધાઓ ઓન લાઇન છે, ત્યારે એવી સ્થિતિ વચ્ચે નેટ બંધ રહેવાથી ભારતને તોતિંગ આર્થિક નુકસાન થયું છે.

ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સ (આઈસીઆરઆઈઈઆર)ના કહેવા પ્રમાણે કુલ મળીને 16000 કલાક નેટ બંધ રહ્યું છે. આ કલાકો દરમિયાન જે કામ થવું જોઈએ એ ન થયું એટલે અર્થતંત્રને 3 અબજ ડોલર (213 અબજ રૂપિયા)નું નુકસાન થયું છે. 6 વર્ષમાં સૌથી વધુ 134 વખત ઈન્ટરનેટ 2018માં બંધ કરાયુ હતુ.

આજ પ્રમાણ આખા જગતમાં સૌથી વધુ છે અને આખા જગતમાં જેટલી વાર ઈન્ટરનેટ બંધ થયું એમાંથી 67 ટકા એકલુ ભારતમાં બંધ થયું હતું. 2014માં જ્યારે શરૂઆત કરી ત્યારે સ્કોર બહુ ઓછો રહ્યો હતો. એ વખતે 6 વાર જ બંધ થયુ હતુ. 2019માં 15મી ડિસેમ્બર સુધીમાં 93 વખત ઈન્ટરનેટ બંધ કરાયુ છે. ઈન્ટરનેટ બંધ કરવાની સૌથી વધુ અને વ્યાપક અસર કાશ્મીરમાં થઈ છે. ઓગસ્ટમાં કલમ 370 હટાવ્યા પછી હજુ ઘણા વિસ્તારોમાં ત્યાં નેટ શરૂ કરાયું નથી. વિશ્વમાં પણ જાન્યુઆરીથી જુલાઈ 2019 સુધીમાં કુલ 120 પ્રસંગોએ નેટ બંધ કરાયુ હતુ.

આવું છે વિશ્વ ગુરુની દિશામાં પ્રયાણ કરી રહેલું, ઇ-ગવર્નન્સ યુક્ત, પેપર મુક્ત, ડિઝીટલ ઇન્ડીયા……….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.