Not Set/ UNની દેખરેખમાં CAA-NRC પર લોકમત લેવડાવો : મમતા બેનર્જી આકરા પાણીએ

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે નાગરિકત્વ કાયદાને લઈને દેશવ્યાપી હંગામો વચ્ચે ભાજપ પર મોટો હુમલો કર્યો. તેમણે કહ્યું કે ભાજપની સ્થાપના 1980 માં થઈ હતી અને તે અમારા 1970ના  નાગરિકત્વના દસ્તાવેજો માંગી રહ્યા છે. મમતા બેનર્જીએ કોલકાતાની રેલીમાં કહ્યું હતું કે, જો ભાજપમાં હિંમત છે, તો તેણે સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ સુધારેલા નાગરિકત્વ કાયદા […]

Top Stories India
mamta UNની દેખરેખમાં CAA-NRC પર લોકમત લેવડાવો : મમતા બેનર્જી આકરા પાણીએ

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે નાગરિકત્વ કાયદાને લઈને દેશવ્યાપી હંગામો વચ્ચે ભાજપ પર મોટો હુમલો કર્યો. તેમણે કહ્યું કે ભાજપની સ્થાપના 1980 માં થઈ હતી અને તે અમારા 1970ના  નાગરિકત્વના દસ્તાવેજો માંગી રહ્યા છે. મમતા બેનર્જીએ કોલકાતાની રેલીમાં કહ્યું હતું કે, જો ભાજપમાં હિંમત છે, તો તેણે સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ સુધારેલા નાગરિકત્વ કાયદા અને એનઆરસી અંગે લોકમત યોજવો જોઈએ.

મમતા બેનર્જીએ કોલકાતાની રેલીમાં કહ્યું હતું કે, આપણે આ દેશમાં બીજાની દયા પર જીવી રહ્યા નથી. મમતા બેનર્જીએ રેલીમાં કહ્યું હતું કે, ભાજપ તેમના કાર્યકરો માટે ટોપીઓ ખરીદી રહી છે. જેઓ કોઈ ખાસ સમુદાયને નુકસાન પહોંચાડવા અને તેમની સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે તેમને પહેરે છે. તેમણે કહ્યું કે ભાજપ સુધારેલા નાગરિકતા અધિનિયમને હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની લડત બનાવવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.