Not Set/ વૈદિક હોળી ઉજવવા ગોબર સ્ટીક બનાવી આ ગૌશાળાએ કરી અનોખી પહેલ

આજે જયારે કોરોના મહામારી થી અખાઈ વિશ્વ ત્રાસીત છે ત્યારે કોરોના જેવી બીમારી થી બચવાં માટે ઘરગથું નુસખાઓ ઘણા કામ આવ્યા જેથી કરી ને ભારતમાં કોરોનાની વિકરાળતા બીજા દેશો કરતા ઓછી જોવા મળી, તેનો શ્રેય માત્ર ને માત્ર ભારતીય સંસ્કૃતિના ઉપાયોને

Top Stories Gujarat
dilip sakhiya વૈદિક હોળી ઉજવવા ગોબર સ્ટીક બનાવી આ ગૌશાળાએ કરી અનોખી પહેલ

ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ @રાજકોટ

આજે જયારે કોરોના મહામારી થી અખાઈ વિશ્વ ત્રાસીત છે ત્યારે કોરોના જેવી બીમારી થી બચવાં માટે ઘરગથું નુસખાઓ ઘણા કામ આવ્યા જેથી કરી ને ભારતમાં કોરોનાની વિકરાળતા બીજા દેશો કરતા ઓછી જોવા મળી, તેનો શ્રેય માત્ર ને માત્ર ભારતીય સંસ્કૃતિના ઉપાયોને જાય છે. એક માન્યતા મુજબ હોળી પ્રગટવાની પ્રક્રિયાએ ધાર્મિક નથી પણ સાઈન્ટીફીક છે કેમ કે આ હાલનો જે સમય છે એ શિયાળા અને ઉનાળા વચ્ચે આવે છે જેના કારણે આપણા શરીરમાં અનેક કીટાણુ અને વાયરસ આવવાની સંભાવના વધતી હોય છે.આ ઋતુમાં શરદી – ઉધરસ નો પ્રમાણ વધતું હોય ત્યારે આ ગયા વર્ષ ની જેમ આ વર્ષ માં પણ કોરોના કહેર યથાવત છે ત્યારે આ વખતે એક વિશિષ્ઠ આયોજન ગોપી ગૌ ગુરુકુળ ગૌશાળાએ કર્યું છે.

veidik holi 2 વૈદિક હોળી ઉજવવા ગોબર સ્ટીક બનાવી આ ગૌશાળાએ કરી અનોખી પહેલ

આ ગૌશાળા કાલાવડ તાલુકાના વોડીસાંગ (રણુજા)માં આવેલ છે જે વૈદિક હોળી ઉજવવા ગોબર સ્ટિક બનાવવાની કામગીરી કરે છે. ઉલ્લેખનીય છે કે કામધેનુ આયોગ દ્વારા લોકો ને વૈદિક હોળી કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. હોળી વૈદિક રીતે કરવામાં આવે તો તેમાં ગાયના છાણ, ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી, નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં વાઇરસને નિયંત્રણ કરી શકાય છે તેવું માનવામાં આવી રહ્યું છે.

vaidik holi 4 વૈદિક હોળી ઉજવવા ગોબર સ્ટીક બનાવી આ ગૌશાળાએ કરી અનોખી પહેલ

મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા આ ગૌશાળાના સંચાલક દિલીપ સખીયાએ જણાવ્યુ કે વૈદિક હોળીનું ક્લચર ધીમે ધીમે વધી રહ્યું છે.  કારણ કે વૈદિક હોળીના કારણે ગૌવંશનું જતન શક્ય બની શકશે આ સાથે ગૌના ગોબરમાં ખુબ સારા ગુણો હોય છે, જેથી કરી ને વાયુની સુધીકરણ સંભવ બની શકે છે. આ સાથે ગૌ સ્ટિકના કારણે હોળી વૃક્ષો ઓછા કપાશે, જેથી કરી ને હોળી પ્રગટાવા માટે લોકો લાકડા નો ઉપયોગ ઓછો કરશે જેનો સીધો ફાયદો પર્યાવરણ ને પહોંચશે. આ ગોબર સ્ટિક રાજકોટ સહિત ગુજરાતના અન્ય મહાનગરમાં પણ મોકલાવમાં આવે છે. ગોબર સ્ટિકના બાળવા થી વાયરસનો નાશ થાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…