Not Set/ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કરાયા એમ્સ હોસ્પિટલ શિફ્ટ, હાલત સ્થિર

ભારતીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને વધુ સારવાર માટે શનિવારે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) માં શિફ્ટ કરવમાં આવ્યા છે. તેમની હાલત ‘સ્થિર’ હોવાનું જણાવાયું છે.

Top Stories India
A 293 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કરાયા એમ્સ હોસ્પિટલ શિફ્ટ, હાલત સ્થિર

ભારતીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને વધુ સારવાર માટે શનિવારે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) માં શિફ્ટ કરવમાં આવ્યા છે. તેમની હાલત ‘સ્થિર’ હોવાનું જણાવાયું છે. ભારતીય સૈન્યની સંશોધન અને રેફરલ હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેઓને વધુ તપાસ માટે દિલ્હીના એઈમ્સ મોકલવામાં આવી રહ્યા છે.

છાતીની તકલીફ થતાં તેમને શુક્રવારે સવારે નવી દિલ્હીની આર્મીની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 75 વર્ષીય રાષ્ટ્રપતિએ સવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેને આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની હાલત હવે સ્થિર છે. હોસ્પિટલના અધિકારીઓએ એક નિવેદનમાં કહ્યું, “તે નિયમિત ચેકઅપ હેઠળ છે અને નિરીક્ષણ હેઠળ છે. તેમની સ્થિતિ સ્થિર છે.”

આ પણ વાંચો :બંગાળની રાજનિતીમાં ૭૦ બેઠકો પર મતુઆ સમુદાયનો ભારે દબદબો, જે સમુદાયના મંદિરમાં મોદીએ કરી પૂજા

શુક્રવારે હોસ્પિટલ હેલ્થ બુલેટિન જાહેર કરીને કહ્યુ હતુ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને છાતીમાં ફરિયાદ થઈ હતી. ત્યારબાદ તેમને અહીં લાવવામાં આવ્યા. તેમના બધા રૂટીન ચેકઅપ કરવામાં આવ્યા છે, તેમના હાલત સ્થિર છે અને ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ છે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિની તબિયત વિશે માહિતી લીધી હતી. પીએમ હાલમાં બાંગ્લાદેશના પ્રવાસે છે. એવામાં પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના દીકરી સાથે ફોન પર વાત કરીને તેમની તબિયત માહિતી લીધી અને તેના સારા આરોગ્યની કામના કરી.

આ પણ વાંચો :બાંગ્લાદેશની આઝાદી માટે નરેન્દ્ર મોદીએ શું ખરેખર કર્યો હતો સત્યાગ્રહ? આરોપ-પ્રત્યારોપ શરુ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ કોવિંદના પુત્ર સાથે ફોન પર વાત કરી અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. મોદીએ પણ રાષ્ટ્રપતિની જલ્દી તબિયત સુધરે તેવી શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદી આજે બે દિવસીય વિદેશ પ્રવાસ પર બાંગ્લાદેશ પહોંચ્યા છે.

આ પણ વાંચો :PM મોદીના ભાષણ પર કરેલી કોમેન્ટ બાદ શશિ થરૂરને આવ્યું ભાન, કહ્યું – SORRY