વિકાસ/ ગુજરાતમાં હવે બનશે નવા ચેરિટી કચેરી ભવન : આ શહેરોને મળશે લાભ

આ નવા ચેરિટી કચેરી ભવનો ગીર સોમનાથના-વેરાવળ, બોટાદ, અરવલ્લીના મોડાસા, સુરેન્દ્રનગર, ભૂજ, લુણાવાડા, હિંમતનગર અને મોરબીમાં નિર્માણ થવાના છે.

Top Stories Gujarat Others
ચેરિટી કચેરી ભવન

રાજયમાં હવે બનશે નવા ચેરિટી કચેરી ભવન બનવાની તૈયારી થઈ રહી છે. નવા ચેરિટી કચેરી ભવનો ગીર સોમનાથના-વેરાવળ, બોટાદ, અરવલ્લીના મોડાસા, સુરેન્દ્રનગર, ભૂજ, લુણાવાડા, હિંમતનગર અને મોરબીમાં નિર્માણ થવાના છે. મુખ્યમંત્રીએ રાજ્યના ચેરિટી તંત્રને ચાર કરોડ જેટલા ડૉક્યુમેન્ટસના ડિજિટલાઇઝેશનની ભગીરથ કામગીરી પૂર્ણ કરવા માટે આ અવસરે અભિનંદન પણ પાઠવ્યા હતા. આ રેકર્ડનું ડિજિટલાઇઝેશન થવાથી હવે લોકોને ઘરે બેઠા પોતાના ટ્રસ્ટની માહિતી મળી રહેશે.

ચેરિટી કચેરી ભવન

આ બાબતે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યના બધા જ જિલ્લાઓમાં અદ્યતન સુવિધા સભર ચેરિટી ભવનોના નિર્માણથી ટ્રસ્ટના કામ સરળતાએ અને ઝડપી થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં નોંધાયેલા સાડા ત્રણ લાખ જેટલા ટ્રસ્ટની કામગીરીના નિયમન અને મદદ માટે ચેરિટી તંત્રએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં સંખ્યાબંધ સુધારાઓની પહેલ કરેલી છે. હવે, આ નવી બનનારી ચેરિટી કચેરીઓના ભવનોના કારણે લિટીગન્સને સરળતાથી ન્યાય મળશે. ઉપરાંત, આધુનિક ભવનો થવાથી ચેરિટીને લગતી કામગીરી માટે લોકોને અગાઉ જે અલગ-અલગ સ્થળોએ જવું પડતું તેનું પણ નિવારણ આવશે. કાયદામંત્રી રાજેન્દ્દ ત્રિવેદીએ આ પ્રસંગે જણાવ્યું  કે,રાજયના તમામ ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટોનો  વહીવટ સમાજના વિશાળ હિતને લાગુ પડતો હોવાથી આવા ટ્રસ્ટોની મિલકતો સમાજના હિતમા ઉપયોગી થાય અને વહીવટદારો તેનો સુયોગ્ય વહીવટ કરે તેવા ઉમદા હેતુથી રાજયના ચેરીટીતંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે આ વધુ આઠ જીલ્લા ઓમાં ચેરીટી કચેરીઓના નવા ભવનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ ઓનલાઇન ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. મંત્રીએ ઉમેર્યુ કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજયમાં ચેરીટીતંત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે આ નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રીએ રાજ્યમંત્રી દેવા ભાઈ માલમ, કાયદા સચિવ રાવલ, ચેરિટી કમિશનર શુકલા અને વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લા મથકોએ અધિકારીઓની  ઉપસ્થિતીમાં આ ચેરિટી કચેરીઓના વર્ચ્યુઅલ ખાતમૂર્હત કર્યા હતા.

3 2 8 ગુજરાતમાં હવે બનશે નવા ચેરિટી કચેરી ભવન : આ શહેરોને મળશે લાભ

આ પણ વાંચો : જ્ઞાનવાપી બાદ હવે કર્ણાટકમાં જૂની મસ્જિદને લઈને વિવાદ,VHPએ કરી પૂજા,144 લાગુ

123