Not Set/ બાંગ્લાદેશની આઝાદી માટે નરેન્દ્ર મોદીએ શું ખરેખર કર્યો હતો સત્યાગ્રહ? આરોપ-પ્રત્યારોપ શરુ

મોદીએ કહ્યું કે બાંગ્લાદેશની આઝાદી માટે તેમણે પોતાના સાથીઓ સાથે મળીને આંદોલન કર્યું હતું અને જેલમાં પણ ગયા હતા.

Top Stories India

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઢાકામાં એવો દાવો કર્યો કે ભારતીય ટ્વિટર પર સંગ્રામ છેડાઇ ગયું. મોદીએ કહ્યું કે બાંગ્લાદેશની આઝાદી માટે તેમણે પોતાના સાથીઓ સાથે મળીને આંદોલન કર્યું હતું અને જેલમાં પણ ગયા હતા. પીએમના અનુસાર ત્યારે તેમની ઉંમર 20-22 વર્ષ હતી. શશિ થરુર, જયરામ રમેશ, પવન ખેડા સહિત કોંગ્રેસના અનેક નેતાઓ તેમજ વિપક્ષી દળોએ મોદીના દાવાને હાસ્યાસ્પદ અને ફેક ન્યૂઝ પર આધારિત ગણાવ્યો.

વિપક્ષી નેતાઓએ શું કહ્યું?

કોંગ્રેસ સાંસદ શશિ થરુરે કહ્યું કે આપણા પ્રધાનમંત્રી બાંગ્લાદેશને ભારતીય ફેક ન્યૂઝની મજા ચાખ રહ્યા છે. હાસ્યાસ્પદ વાત છે કારણ કે દરેક જાણે છે કે બાંગ્લાદેશને કોણે આઝાદી અપાવી. પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે મિત્રો, તેમાં વેક્સીનનો દોષ નથી. તો જયરામ રમેશે કહ્યું કે 1971માં પાકિસ્તાની સેનાના ઐતિહાસિક સરેન્ડર પર એક કાર્ટુન શેર કર્યું જેમાં ભારતીય જનરલની જગ્યાએ મોદી બેઠેલા દેખાઇ રહ્યા છે.

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ટ્વીટ કર્યું કે બાંગ્લાદેશની આઝાદીમાં ભારત સરકાર તો બાંગ્લાદેશની સાથે હતી. યુદ્ધ તો પાકિસ્તાન સાથે થઇ રહ્યું હતું પછી મોદીજીને જેલ કોણે મોકલ્યા? ભારતે કે પાકિસ્તાને?

પૉલિટિકલ એનાલિસ્ટ કંચન ગુપ્તાએ નરેન્દ્ર મોદીની 1978માં લખેલા પુસ્તક સંઘર્ષમાં ગુજરાતનું કવર અને બેક કવર શેર કર્યું. જેમાં લેખકના પરિચયમાં ગુજરાતીમાં એક લાઇન લખી છે કે ‘બાંગ્લાદેશના સત્યાગ્રહ સમયે તિહાડ જેલ થઇને આવ્યો. ‘ તો બીજી તરફ વિપક્ષ પર નિશાન સાધતા ભાજપ યુપીના પ્રવક્તા શલભમણિ ત્રિપાઠીએ કહ્યું કે તેઓ મુદ્દો આપે છે પછી કુંઠિત આત્માઓ તેમની પર તૂટી પડે છે, તેમના જીવનના પાના ફેંદે છે અને છેવટે સત્ય એ જ નીકળે છે જે મોદીજીએ કહ્યું હોય છે. બાંગ્લાદેશ પર આજ થયું.