@અમિત રૂપાપરા
સુરત શહેરને સ્માર્ટ સિટી બનાવવાના બણગા સુરત મહાનગરપાલિકા દ્વારા ફૂકવામાં આવે છે. પરંતુ સુરતના અશ્વની કુમાર રોડ પર વખતોવખત કેમિકલ વાળા લાલ પાણીની રેલમછેલ જોવા મળે છે. આ સમસ્યાનું કોઈ પણ નિરાકરણ આવી રહ્યું નથી. ત્યારે લોકો પણ ઇચ્છી રહ્યા છે કે, તેમને આ કેમિકલ વાળા પાણીની સમસ્યાથી મુક્તિ મળે. કારણ કે ઘણી વખત લોકોના ઘરમાં આવતું પાણી લાલ કલરનું હોવાનું સામે આવે છે. છતાં પણ આ બાબતે પાલિકાનું તંત્ર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.
સુરત શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકોને નાની-નાની સમસ્યાઓના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તેવા પણ કિસ્સા સામે આવ્યા છે. ત્યારે સુરતના અશ્વનિકુમાર રોડ પર છેલ્લા 5થી 6 મહિના એક મહિનામાં 4થી 5મી વખત કેમિકલ વાળું લાલ કલરનું પાણી રસ્તા પર જોવા મળે છે અને સ્થાનિક લોકો આ બાબતે પરેશાન છે. લોકો પરેશાન છે તંત્ર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી.
સુરતના અશ્વનિકુમાર રોડ પર ભવાની સર્કલ પાસે રસ્તા પર લાલ કલરનું કેમિકલ વાળું પાણી હોવાના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ કેમિકલ વાળું પાણી હોવાના કારણે લોકોમાં ચામડીના રોગોની ફરિયાદ પણ સામે આવે છે. મહત્વની વાત છે કે, કેમિકલ વાળું પાણી સમયાંતરે રસ્તા પર આ જ પ્રકારે ફરી વળે છે અને સ્થાનિક લોકો દ્વારા આ બાબતે અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવે છે પરંતુ લોકોની રજૂઆતોનું કોઈ નિરાકરણ આવી રહ્યું નથી. ત્યારે છેલ્લા એક મહિનામાં ચોથી વખત ફરીથી રસ્તા પર કેમિકલ વાળું પાણી ફેલાયું હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અગાઉ આ મામલે જીપીસીબી દ્વારા આ બાબતે જવાબદાર મિલને નોટિસ ફટકારી દંડનિય કાર્યવાહી કરાઈ હતી પરંતુ ત્યારબાદ ફરીથી પરિસ્થિતિ પહેલા જેવી થઈ ગઈ છે અને હવે જોવાનું એ રહે છે કે કેમિકલ વાળું પાણી છોડતી મિલો સામે જીપીસીબી કે પાલિકા ફરીથી કોઈ કડક કાર્યવાહી કરે છે કે નહીં.
આ પણ વાંચો:મધ્ય ગજરાતમાં મહીસાગર નદી બની ગાંડીતૂર, પંચમહાલના શહેરા તાલુકામાં 40 લોકોનું રેસ્ક્યું
આ પણ વાંચો:ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ, સરદાર સરોવરમાંથી પાણી છોડતા અનેક જિલ્લાઓની વધી મુશ્કેલી
આ પણ વાંચો: ગણેશના ધડ સાથે માત્ર હાથીનું માથું જ કેમ જોડાયેલું છે, શું તમે જાણો છો આ રહસ્ય?
આ પણ વાંચો: આ છે ભગવાન ગણેશના મંત્ર, જાપ કરવાથી પણ દૂર થઈ શકે છે તમારી પરેશાનીઓ