Rajkot News/ રાજકોટ બસ પોર્ટ કોમ્પ્લેક્સમાં સ્પા સેન્ટર પર પોલીસનો દરોડો, દેહવ્યાપારના મોટા રેકેટનો પર્દાફાશ

રાજકોટના સેન્ટ્રલ બસ પોર્ટ કોમ્પ્લેક્સમાં આવેલા સ્પા સેન્ટર (Spa Center) પર પોલીસે દરોડો પાડી દેહવ્યાપારના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો. 5 યુવતીઓને મુક્ત કરાવી સંચાલક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી.

Top Stories Gujarat Rajkot Breaking News
Spa Center

Rajkot News:રાજકોટ પોલીસે શહેરના સૌથી વ્યસ્ત અને ધમધમતા વિસ્તાર એવા સેન્ટ્રલ બસ પોર્ટ કોમ્પ્લેક્સમાં આવેલા એક સ્પા સેન્ટર (Spa Center) પર અચાનક દરોડો પાડીને અનૈતિક દેહ વ્યાપારના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીને પોલીસની અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી સફળતા માનવામાં આવી રહી છે.

સામાન્ય રીતે અનૈતિક કૃત્યો સેકન્ડરી વિસ્તારોમાં જ ચાલતા હોય છે, પરંતુ આ વખતે આરોપીઓએ હિંમતની હદ વટાવીને શહેરના હાર્ટ ઓફ ધ સિટીમાં આવેલા બસ પોર્ટ કોમ્પ્લેક્સની અંદર જ એક દુકાનમાં સ્પા સેન્ટર (Spa Center) ચલાવીને આ ધંધો કરતા હતા. હજારો મુસાફરો, ઓફિસ જનારા લોકો અને દુકાનદારોની અવરજવર વચ્ચે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલી રહી હતી.

સ્પા સેન્ટરની આડમાં કુટણખાનું ઝડપાયું (Spa Center) 

પોલીસને મળેલી પાકી બાતમી અનુસાર, સ્પા સેન્ટરમાં આયુર્વેદિક મસાજ અને થેરાપીના નામે ગ્રાહકો પાસેથી હજારો રૂપિયા વસૂલ કરીને અનૈતિક કૃત્યો કરાવવામાં આવતા હતા. આ બાતમીના આધારે પોલીસે સમગ્ર પ્લાન તૈયાર કર્યો અને ડમી ગ્રાહકને મોકલ્યો. જેવો અંદરથી સિગ્નલ મળ્યો કે તરત જ પોલીસની ટીમે સ્પા સેન્ટરને (Spa Center) ઘેરી લીધું અને દરોડો પાડ્યો.

દરોડા દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી વાંધાજનક સામગ્રી, વિવિધ પ્રકારની દવાઓ અને અન્ય પુરાવા મળી આવ્યા છે. સ્પામાં કામ કરતી ૫ યુવતીઓને પોલીસે મુક્ત કરાવી છે. આ યુવતીઓને મજબૂરીવશ આ ધંધામાં ધકેલવામાં આવી હતી. તેમને હાલમાં કાઉન્સેલિંગ અને પુનર્વસન માટે સંબંધિત વિભાગને સોંપવામાં આવી છે.

પોલીસે સ્પાના મુખ્ય સંચાલક અને ત્યાં હાજર મેનેજરને અટકાયતમાં લીધા છે. તેમની સામે ઈમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ ધંધાના મુખ્ય સૂત્રધારો અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની શોધમાં તપાસ શરૂ કરી દીધી છે.


આ પણ વાંચો:₹800 કરોડના ફ્રોડ GST બિલિંગનો DGGIએ કર્યો પર્દાફાશ:અમદાવાદ-રાજકોટ-જામનગર-જુનાગઢમાં દરોડા. 4 આરોપી ઝડપાયા

આ પણ વાંચો:રાજકોટના કાંગશીયાળી ગામે ડુપ્લીકેટ દવાની ફેક્ટરીમાં દરોડા

આ પણ વાંચો:બ્લિંકિટ અને અન્ય એપ પરથી વસ્તુ મંગાવનાર ચેતજો, રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક દરોડા