Gujarat Weather News:ગુજરાતમાં હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો માટે અત્યંત ચિંતાજનક આગાહી જાહેર કરી છે. રાજ્યમાં એકસાથે ત્રણ શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેના કારણે આગામી કલાકો અને દિવસોમાં આખા ગુજરાતમાં વ્યાપક વરસાદ (Heavy Rain Alert), તોફાની પવન અને ગાજવીજની સંભાવના છે.
હવામાન વિભાગ (IMD) અનુસાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના તમામ વિસ્તારોમાં ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. વરસાદ (Heavy Rain Alert) સાથે 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે વૃક્ષો ધરાશાયી થવા, વીજળી પડવા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની આશંકા છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ 31 મેથી 3 જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ, તેજ પવન, કરા અને ભારે વરસાદની (Heavy Rain Alert) સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેને લઈને તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ (Heavy Rain Alert) અને કરા પડવાની શક્યતા
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ (Heavy Rain Alert) અને કરા પડવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, દાહોદ અને મહિસાગર જિલ્લામાં તેજ પવન, વીજળીના કડાકા અને કરા સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દાદરા અને નગર હવેલી અને દમણ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. આ વિસ્તારોમાં ભારે વરસાદને (Heavy Rain Alert) કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના બોટાદ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં દરિયાઈ પવન સાથે ધોધમાર વરસાદ (Heavy Rain Alert) તૂટી પડવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પણ વધે તેવી શક્યતા હોવાથી માછીમારોને ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ 31 મેથી 3 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં આઇસોલેટેડ હેવી ટુ વેરી હેવી રેઈનફોલ નોંધાઈ શકે છે. લોકોને વીજળીના કડાકા સમયે ખુલ્લા મેદાનોમાં ન જવા, વૃક્ષો નીચે આશરો ન લેવા અને હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. ભારે ગરમી બાદ હવે રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શક્યતા હોવાથી લોકોને ગરમીમાંથી રાહત મળવાની આશા છે.
આ પણ વાંચો:ગુજરાતમાં પ્રી-મોન્સૂન તોફાન,ઓરેન્જ એલર્ટ, IPL ફાઈનલ પર વરસાદનું સંકટ
આ પણ વાંચો:ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ સાબરકાંઠા, દાહોદ અને પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
આ પણ વાંચો:ગુજરાતમાં મહિનાના અંતે પ્રિ-મોનસૂન વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે મેઘરાજા
