Gujarat Local Body Election 2026/ વિસાવદર વિસ્તારમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા કહેવાતા હવાલાકાંડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. વીડિયોમાં મતદારોને પૈસા વહેંચવાના આક્ષેપો સાથે કવર અને થેલાઓ તૈયાર કરાયા હોવાની ચર્ચા ચાલી રહી છે.
માહિતી મુજબ, વીડિયોમાં ગામવાર અલગ-અલગ રકમના થેલાઓ તૈયાર કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ છે. માંડાવડ અને રતાંગ ગામોમાં રૂપિયા પહોંચાડાયા હોવાની પણ ચર્ચા સામે આવી છે, જ્યારે સાત જેટલા થેલા હજુ બાકી હોવાની વાત પણ વીડિયોમાં સાંભળવા મળે છે.
વીડિયોમાં આમ આદમી પાર્ટી(AAP)ના ખેસ પણ નજરે પડતા હોવાનો દાવો
સૂત્રો મુજબ, કોઈ નારાજ કાર્યકર્તાએ સ્ટિંગ ઓપરેશન કરીને આ વીડિયો લીક કર્યો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વીડિયોમાં આમ આદમી પાર્ટી(AAP)ના ખેસ પણ નજરે પડતા હોવાનો દાવો કરવામાં આવે છે.
ચૂંટણી પહેલા આ વીડિયો વાયરલ થતા ચૂંટણી તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે અને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.
મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વીડિયોની સ્વતંત્ર પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ માટે આપ પાર્ટીનું 7 એપ્રિલે જંતરમંતર પર ‘ઉપવાસ’ આંદોલનનું એલાન
આ પણ વાંચો : જેલમાં કેજરીવાલનું વજન 8 કિલો ઘટ્યું’ આપ પાર્ટીના નેતા સંજય સિંહે કેન્દ્ર સરકાર સાધ્યું નિશાન
આ પણ વાંચો : ગુજરાત : વિધાનસભા પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે ગઠબંધનની સંભાવના
