રાજકોટ/ વીડિયો બનાવીને 14 માં મળે મોતની છલાંગ લગાવવા ચડ્યો યુવક, કહ્યું- આ દુનિયામાં…

યુવકે સોશિયલ મીડિયામાં આપઘાત કરવાની કોશિશ કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જે તેના મિત્રોને મોકલ્યો હતો. જેમાં તે જણાવે છે કે આ દુનિયામાં ભાઈબંધ સિવાય કોઈ આપણું નથી.

Gujarat Rajkot
વીડિયો

રાજ્યમાં સતત આપઘાતના બનાવ બનતા રહે છે એક પછી એક આપઘાતની ઘટના સામે આવી રહી છે. ત્યારે ફરી એકવાર રાજકોટમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે. અહીં યુવકે આપઘાત કરતાં પહેલા વીડિયો પણ બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ પેડક રોડ, સેટેલાઇટ ચોકની બાજુમા આવેલ સુપર હાઇટસ નામના 14 માળના બીલ્ડીંગમા અગાસી પર દીવાલ ઉપર એક યુવક આત્મહત્યા કરવા માટે બેઠેલ હોય અને એ સમયે શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પોલીસ પેટ્રોલિંગમાં હતા દરમિયાન લોકોના ટોળાને એકઠા થતા જોય બાદમાં યુવકને સમજાવી નીચે ઉતારી આત્મહત્યા કરતા બચાવ્યો હતો.

આ પણ વાંચો : યુથ નેશન દ્વારા ડ્રગ્સ અવેરનેસને લઈ કરાયું અનોખું આયોજન, સંદેશો આપીને યુવા પેઢીને કરાઈ પ્રોત્સાહિત

યુવકે સોશિયલ મીડિયામાં આપઘાત કરવાની કોશિશ કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જે તેના મિત્રોને મોકલ્યો હતો. જેમાં તે જણાવે છે કે આ દુનિયામાં ભાઈબંધ સિવાય કોઈ આપણું નથી.. દુનિયામાં કોઈ કોઈનું નથી… એવું માની આપઘાતની કોશિશ કરી હતી. આ ઘટનામાં બી-ડિવીઝન પોલીસે યુવકને બચાવી તેનું કાઉન્સેલિંગ કર્યા બાદ તેના મિત્ર સાથે ચોટીલા મોકલી આપ્યો હતો.

આ ઘટનામાં તાત્કાલિક બી ડિવીઝનના સ્ટાફે ચતુરાઈથી બિલ્ડિંગના ટેરેસ પર પહોંચ્યા હતા. ત્યાં યુવક સોશિયલ મીડિયામાં એક વીડિયો બનાવી તેના મિત્રો સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે પોલીસે તેને પાછળથી પકડી નીચે ઉતાર્યો હતો. પોલીસે આ યુવકની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે યુપીનો રહેવાસી છે. તે બે વર્ષનો હતો ત્યારે માતાનું અવસાન થયું હતું. તેના પિતા હાલમાં અમદાવાદમાં રિક્ષા ચલાવે છે. તેણીના પિતાએ ત્રણ વર્ષ પહેલા તેના મિત્ર સાથે મારુતિનગરમાં રહેવા મોકલ્યો હતો. પણ તેને જિંદગીમાં કંટાળો આવવા લાગ્યો તો તેણે ટૂંકાવવાનું વિચાર્યું હતું.

પોલીસ હેડ કોન્સ્ટેબલ રશ્મીનભાઇ અને મહેશભાઇએ સમય સુચકતા વાપરીને તુરંત જ દોડીને બોમ્બે સુપર હાઇટ્સની બિલ્ડીંગના સૌથી ઉપરના 14માં માળે ગયા હતા. ત્યાં અમુક માણસો પણ હાજર હોય જેઓ યુવકને નીચે ઉતરી જવાનુ જણાવતા હતા. પરંતુ યુવાન બે ફૂટની પહોળી દીવાલ ઉપર આંટા મારતો હતો અને જણાવતો હતો કે, મારે મરી જવું છે, આત્મહત્યા કરી લેવી છે.

આ પણ વાંચો :ઉમરેઠમાં નોંધાઈ ત્રિપલ તલાકની ફરિયાદ, ઇન્સ્ટાગ્રામ પર ત્રણ વખત તલાકનો કર્યો મેસેજ

આ પણ વાંચો :યુપી ઈલેકશનનો અનોખો પ્રચાર, સુરતની સાડીમાં મોદી યોગી…

આ પણ વાંચો :સુરતમાં વિદ્યાર્થીઓમાં વધ્યું કોરોના સંક્રમણ, જાણો નવા કેટલા નોંધાય કેસ

આ પણ વાંચો : ધારાસભ્ય યોગેશ પટેલની કારમાં લાગી આગ, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો