Gujarat Rain News/ ગુજરાતમાં મેઘરાજાની સવારી 211 તાલુકામાં પહોંચી, સાર્વત્રિક વરસાદ

ગુજરાતના કુલ 251 તાલુકામાંથી 211 તાલુકા સુધી મેઘરાજાની સવારી પહોંચી ગઈ છે. આમ રાજ્યમાં રવિવારે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો.

Top Stories Gandhinagar Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Others

Gandhinagar News:  ગુજરાતના કુલ 251 તાલુકામાંથી 211 તાલુકા સુધી મેઘરાજાની સવારી પહોંચી ગઈ છે. આમ રાજ્યમાં રવિવારે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદમાં લગભગ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો.તેમાં પણ સાયન્સ સિટી અને ગોતા જેવા વિસ્તારમાં સાત-સાત ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે બોપલ, ઘુમા, નરોડા, શીલજ વિસ્તારોમાં પાંચ-પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જો કે સાંજે વરસાદે વિરામ લેવાના પગલે પછી રસ્તા પર ભરાયેલા પાણી ઓસરી ગયા હતા.

સુરતના પલસાણામાં સૌથી વધુ સાત ઇંચ અને બારડોલીમાં સવા પાંચ વરસાદ રવિવારે ખાબક્યો હતો. રવિવારે લોકોને રજા હતી, પરંતુ વરસાદે રીતસરનો ઓવરટાઇમ કર્યો હતો. આ ઉપરાંત કામરેજમાં પોણા પાંચ, ઓલપાડમાં સાડા ચાર, વાપીમાં સાડા ચાર, મહુવામાં સાડા ચાર અને વલસાડમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. સમગ્ર દિવસ દરમિયાન રાજ્યના 75 તાલુકામાં એક ઇંચથી વધુ 34 તાલુકામાં બે ઇંચથી વધી અને 12 તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદમાં થોડીવારના વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. શાસ્ત્રીનગર, વસ્ત્રાપુર, મક્તમપુરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઠેર ઠેર રસ્તા પરપાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા.

અમદાવાદ સાબરમતી નદીની જળ સપાટી પણ વધી રહી છે. જેના લીધે વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા છે. 4 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે અને 7124 ક્યુસેક પાણીનો નિકાલ કરાઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં બપોર પડતા જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બપોરે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદ શરૂ થયો હતો.

વિરમગામ શહેરમા દિવસભર ધીમીધારે વરસાદ વરસ્યો. નળકાંઠાના શાહપુર ગામમા  ઢીંચણ સમા પાણી ભરાયા. શાહપુર ગામમા દુકાનોમા પાણી ઘૂસી ગયા.  ગ્રામજનો અને વાહનચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો.

રાજ્યમાં ભારે વરસાદ બાદ તંત્રએ કરેલા તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે અને ગાંધીનગરમાં પહેલા જ વરસાદે વહીવટી તંત્રની પોલ ખુલી પાડી છે. સાથે જ ભારે વરસાદમાં અનેક શહેરોમાં ભૂવા પડવા, રસ્તા ધોવાયા અને પૂલ ધરાશાયી થયાના બનાવો વધ્યા છે. ત્યારે હવે ગાંઘીનગરના સેક્ટર 2ડી અને ઘ માર્ગ પર ભૂવો પડ્યો છે.

ગુજરાતભરમાં મેઘરાજાએ ધમરોળવાનું શરૂ કરી દીધું છે. તેવામાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘ મહેર થઇ છે. ધોધમાર વરસાદના કારણે મોરબીના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલાયો છે. મચ્છુ ડેમમાંથી 899 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જળસ્તર વધારો થતા દરવાજો ખોલવા આવતાની સાથે તાલુકાના 13, માળિયાના 8 ગામ એલર્ટ કરાયા છે.

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે તેવામાં કચ્છના ગાંધીધામ અને આદિપુરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

વડોદરાના કારેલીબાગ વિજયનગર સ્થિત ઇન્દિરા આવાસ યોજનાની ત્રીજા માળની ગેલેરી ઘરાશાયી થયાના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર ઘટનામાં એક મહિલાને ઇજાગ્રસ્ત પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

યાત્રાધામ દ્વારકામાં ફરી વરસાદ શરુ થતા રોડ રસ્તા પર પાણી ભરવા લાગ્યા છે. બપોર બાદ વરસાદ વિરામ લીધો હતો ત્યાર બાદ ફરી વરસાદ શરુ થયો હતો. વીજળી અને પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદ થતા ખેડૂતોમાં ખુશખુશાલ જોવા મળ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Zomatoમાંથી મંગાવ્યું વેજ અને મળ્યું નોન-વેજ….

આ પણ વાંચો:ગુજરાતમાં ભારે ગરમી બાદ સાર્વત્રિક વરસાદ

આ પણ વાંચો:અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો:વલસાડમાં ભાઈ-બહેન સહિત ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત