Gujarat News ; ગુજરાતમાં ભારે ગરમી બાદ સાર્વત્રિક વરસાદરાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે ગરમી બાદ વરસાદ વરસી રહ્યો છે. વલસાડ. કચ્છ, ધરમપુર, અરવલ્લી, વાપી, કપડવંજ, સાબરકાંઠા અને અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તે સિવાય પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાબરકાંઠાના હિંમતનગર પ્રાંતિજ સહિતના પંથકમાં સારો વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.ઉપરાંત અમરેલીમાં પણ 3 દિવસથી મેઘરાજાની અવિરત બેટિંગ ચાલુ છે.અમરેલી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.સવારથી જ ધીમીધારે વરસાદ ચાલુ હોવાથીગટરનાં દૂષિત પાણી અને કિચડ વહેતા થયાકપડવંજ શહેરમાં પણ વરસાદનું આગમન થયું છે.કપડવંજ અને તાલુકા ગ્રામ્યમાં વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.સાથે સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
જોકે વરસાદને કારણે હાઇવે રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી.મુખ્યમાર્ગ પર પાણી ભરાતા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં વરસાદને પગલે શહેરમાં પાણી ભરાઈ ગયા હતા.જેમાં રામ ચોક, શનાળા રોડમાં ભરાયા પાણીપાલિકાની કામગીરી પાણીમા ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.બીજીતરફ વલસાડમાં વરસાદની હેલીને પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. રામવાડી વિસ્તારમાં રામ એપાર્ટમેન્ટના પાંચ ફ્લેટની 5 ગેલેરીઓ તૂટી પડી હતી.લાંબા સમય થી બિલ્ડીંગ જર્જરીત હોવાથી આ બનાવ બન્યો હતો.સલામતીના કારણસર સ્થાનિકોએ રસ્તો બંધ કર્યો હતો. ભારે વરસાદને કારણે કચ્છ:ભુજનું બસ સ્ટેશન બેટમાં ફેરવાઈ ગયું હતું.જેને કારણે બસ સ્ટેશનમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત પાણીમાં અનેક વાહનો બંધ થયા હતા અનેવાહન ચાલકો ધક્કા મારતા નજરે પડયા હતા.
રાહદારીઓ પણ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબુર બન્યા હતા. જેને પગલે નપાની પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડયા હતા.અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદતૂટી પડતા મુખ્ય બજારમાં ઢીંચણ સમાં પાણી ભરાયા હતા. ગ્રામ્યવિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્ક્યો હતો. સાથે સાથે શીકા, નવજીવનફાર્મ, ધામણીયામાં પણ વરસાદ પડ્યો હતો.અદલપુરા, જાગૃતિ ફાર્મ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. ખેતીલાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.જિલ્લાના તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.વાપીમાં 4.5 ઇંચ ,વલસાડ 3.6 ઇંચ વરસાદ ધરમપુરમાં 2.2 ઇંચ,ઉમરગામ 1.28 ઇંચવરસાદ કપરાડામાં 2 ઇંચ, પારડીમાં 1.36 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો:શું તમે સિંહા પરિવારની વહુ જોઈ છે? સોનાક્ષીની ભાભીને જોતા જ રહી જશો
આ પણ વાંચો:કરોડોની કમાણી કરનાર અભિનેત્રી સોનાક્ષી સિંહાએ કેમ લગ્નમાં 44 વર્ષ જૂની સાડી પહેરી
આ પણ વાંચો:Civil Marriage: શું હોય છે સિવિલ મેરેજ? સોનાક્ષીએ હાલમાં જ ઝહીર સાથે લગ્ન કર્યા…