Not Set/ વડોદરા:નકલી પોલીસ બની બ્લેકમેલ કરતી ટોળકી ગીરફતમાં

વડોદરા, વડોદરામાં નકલી પોલીસે છેલ્લા કેટલાક સમયથી આતંક મચાવ્યો હતો. વડોદરાના સમી સાવલી રોડ પર વયોવદ્ધ પાસે એક મહિલાએ લીફટ માંગી અને વૃદ્ધએ તે મહિલાને બેસાડતા ચાર જેટલા ઈસમો રીક્ષામાં આવી પોતે પોલીસ  હોવાની ઓળખ આપી વૃદ્ધને ખોટા ધંધા કરો છો તેમ કહી ધમકાવી તેમની તેમની પાસેથી 9 હજાર રૂપિયા પડાવી લીધા હતા. વૃદ્ધના ઘરે […]

Top Stories Gujarat Vadodara

વડોદરા,

વડોદરામાં નકલી પોલીસે છેલ્લા કેટલાક સમયથી આતંક મચાવ્યો હતો. વડોદરાના સમી સાવલી રોડ પર વયોવદ્ધ પાસે એક મહિલાએ લીફટ માંગી અને વૃદ્ધએ તે મહિલાને બેસાડતા ચાર જેટલા ઈસમો રીક્ષામાં આવી પોતે પોલીસ  હોવાની ઓળખ આપી વૃદ્ધને ખોટા ધંધા કરો છો તેમ કહી ધમકાવી તેમની તેમની પાસેથી 9 હજાર રૂપિયા પડાવી લીધા હતા.

વૃદ્ધના ઘરે થી દોઢ લાખ રૂપિયા પડાવ્યા હતા. આરોપીઓએ વધુ રૂપિયાને માંગ કરતા વૃદ્ધએ સમય સૂચકતા વાપરી તેઓને ફરી ઘરે બોલાવી પોલીસને પકડાવી દીધા હતા.

જેમાં બે આરોપીઓ પોલીસના ગીરફતમાં આવી ગયા હતા ત્યારે એક આરોપી ભાગી છૂટ્યો હતો. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

ઉલ્લેખનિય છે કે નકલી પોલીસ આવી રીતે કેટલાક લોકોને શિકાર બનાવતી હોય છે પણ સમાજમાં આબરૂના બીકે લોકો ફરિયાદ પણ કરતા નથી જેનો આરોપી લાભ ઉઠાવતા હોય છે.