SBI News: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતીને લઈને એક નોટિફિકેશન જારી કરાયું છે. આ નોટિફિકેશન મુજબ 1100 થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજી 24મી જુલાઈથી શરૂ થઈ રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 14મી ઓગસ્ટ છે. નોટિફિકેશન મુજબ, ડેવલપમેન્ટ મેનેજર, રિલેશનશિપ મેનેજર, વીઆર હેલ્થ, ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર અને રિજનલ હેડ જેવી પોસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જગ્યાઓ માટે ભરતીની સૂચના અલગથી જારી કરવામાં આવી છે. આ માટે SBIની વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
![]()
સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયામાં ભરતી માટે અરજી પ્રક્રિયા છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે. જે હવે પૂરી થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં જે ઉમેદવાર બૅંકમાં નોકરી કરવા માગે છે તેણે SBIના આ ભરતી અભિયાન માટે ઝડપથી અરજી કરવી. અરજી કરવા માટે ઉમેદવાર સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયાની ઑફિશિયલ સાઇટ પર જઈને અરજી કરી શકે છે.
SBI Bank Jobs 2024: ભરતી માટે ખાલી જગ્યાની વિગતો
આ ભરતી અભિયાન દ્વારા બૅંકમાં વીપી વેલ્થ રેગ્યુલરની 600 જગ્યા, રિલેશનશિપ મેનેજર એઆરએમ રેગ્યુલરની 150 જગ્યાઓ, રિલેશનશિપ મેનેજર એઆરએમ બૅકલોગની 123 જગ્યાઓ, વીપી વેલ્થ બૅકલોગની 43 જગ્યાઓ, ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ રેગ્યુલરની 30 જગ્યાઓ, ઇન્વેસ્ટમેન્ટ ઑફિસર બૅકલોગની 26 જગ્યા, ઇન્વેસ્ટમેન્ટ ઑફિસર રેગ્યુલરની 23 જગ્યાઓ, રિલેશનશિપ મેનેજર-ટીમ લીડ રેગ્યુલરની 11 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
![]()
આ ઉપરાંત આ ભરતી અભિયાનમાં રીજનલ હેડ બૅકલોગની 4 જગ્યાઓ, રીજનલ હેડ રેગ્યુલરની 2 જગ્યાઓ, સેન્ટ્રલ રિસર્ચ ટીમ(પ્રોજેક્ટ લીડ) રેગ્યુલર, સેન્ટ્રલ રિસર્ચ ટીમ(સપોર્ટ) રેગ્યુલર અને પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (બિઝનેસ) રેગ્યુલરની 2-2 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ સાથે જ આ અભિયાનમાં પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (ટૅક્નોલૉજી) રેગ્યુલરના 1 હોદ્દા પર ભરતી કરવામાં આવશે.
SBI Bank Jobs 2024: અરજી ફી
SBI માં ભરતી માટે અરજી ફી: જનરલ/EWS/OBC ઉમેદવારોએ 750 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે SC, ST અને વિકલાંગ ઉમેદવારો માટે અરજી મફત છે. અરજી ફીની ચુકવણી ઓનલાઈન મોડમાં કરવાની રહેશે.
આ પણ વાંચો: હિંડનબર્ગ રિપોર્ટ બાદ શેરબજારમાં કડાકો
આ પણ વાંચો: કેવી રીતે તૈયાર થયા છે હિંડનબર્ગ રિપોર્ટ? જાણો તેના માલિક નાથન એન્ડરસનની કહાની
આ પણ વાંચો: ભારત હવે આ ક્ષેત્રમાં પછાડશે ચીનને… બનશે નંબર 1 દેશ
