Stock Market/ હિંડનબર્ગ રિપોર્ટ બાદ શેરબજારમાં કડાકો

હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ બાદ આજે સોમવાર 12મી ઓગસ્ટે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘટાડા સાથે કારોબાર શરૂ થયો છે. સવારે 9:15…….

Top Stories Breaking News Business

Business News: આજે બજાર ખુલતાની સાથે જ ભારતીય શેરબજારમાં કડાકો નોંધાયો છે. ગિફ્ટ નિફ્ટીમાં 55 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. યુએસ ફ્યુચર્સમાં ફ્લેટ એક્શન જોવા મળ્યું હતું. શુક્રવારે અમેરિકન બજારો મામૂલી ઉછાળા સાથે બંધ થયા હતા.

હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ બાદ આજે સોમવાર 12મી ઓગસ્ટે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘટાડા સાથે કારોબાર શરૂ થયો છે. સવારે 9:15 વાગ્યે, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 375 પોઈન્ટના ઘટાડા સાથે 79,330ના સ્તરે ખૂલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 47 પોઈન્ટના ઘટાડા સાથે 24,320ના સ્તરે ખુલ્યો હતો. દરમિયાન શરૂઆતી ટ્રેડિંગમાં અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. બજાર ખુલતાની સાથે જ અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 5 ટકાથી વધુ તૂટ્યો હતો.

શેરબજારમાં આજે ઘટાડાનો ભય હતો અને સ્થાનિક શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. BSE સેન્સેક્સ 375.79 પોઈન્ટ અથવા 0.47 ટકાના ઘટાડા સાથે 79,330.12 પર ખુલ્યો. NSE સેન્સેક્સ 47.45 પોઈન્ટ અથવા 0.19 ટકાના ઘટાડા સાથે 24,320.05 પર ખુલ્યો.

શેરબજારમાં લિસ્ટેડ અદાણીના શેર પર એક નજર

અદાણી પાવર શેર 3.65% ના ઘટાડા સાથે રૂ. 670 પર ટ્રેડ કરી રહ્યો છે.

અદાણી વિલ્મરનો શેર 2.56% ઘટીને રૂ. 375.30ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

અદાણી ટોટલ ગેસ લિમિટેડનો શેર 4.81% ના ઘટાડા સાથે રૂ. 828 પર ટ્રેડ કરી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેવી રીતે તૈયાર થયા છે હિંડનબર્ગ રિપોર્ટ? જાણો તેના માલિક નાથન એન્ડરસનની કહાની

આ પણ વાંચો:માર્કેટ રેગ્યુલેટર SEBIએ સોશિયલ મીડિયા હેન્ડલ લૉક કર્યુ? જાણો શું છે સત્ય

આ પણ વાંચો:IRFC ડિવિડન્ડ જાહેર કરશે, જાણો કેટલું અને ક્યારે તમને મળશે……..