Business News: ભારત આ વર્ષે ચીનને પાછળ છોડીને વિશ્વનું સૌથી મોટું ટુ-વ્હીલર માર્કેટ બની શકે છે. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચએ જણાવ્યું હતું કે મજબૂત આર્થિક વૃદ્ધિ દર, ટૂંકા અંતર માટે ટુ-વ્હીલર ગ્રાહકોની પ્રથમ પસંદગી અને શેર્ડ મોબિલિટી સ્પેસમાં ટુ-વ્હીલરની વધતી માંગને કારણે ભારત 2024માં ચીનને પાછળ છોડીને વિશ્વનું સૌથી મોટું બજાર બનશે. 2023માં ટુ-વ્હીલરનું વેચાણ વાર્ષિક ધોરણે એક ટકાથી ઓછું વધ્યું હતું. જો કે, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના વેચાણમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. 2024માં વેચાયેલા 25 ટકાથી વધુ ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક હોવાની અપેક્ષા છે.
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ટોચના 10 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સમાં, ત્રણ (ઓલા ઇલેક્ટ્રિક, ટીવીએસ મોટર્સ અને એથર એનર્જી) ભારતના છે, જે દર્શાવે છે કે ભારતમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું બજાર ઝડપથી વધી રહ્યું છે. ઓલા અને એથર એ ગ્રીનફિલ્ડ ‘EV-ફર્સ્ટ’ ટુ-વ્હીલર કંપનીઓ છે જે TVS, Bajaj અને Hero સાથે સ્પર્ધા કરે છે. અહેવાલમાં જણાવાયું છે કે અલ્ટ્રાવાયોલેટ, રિવોલ્ટ મોટર્સ, એનર્જિકા મોટર, ડેમેન અને એઆરસી જેવી કંપનીઓ ટુ-વ્હીલર પ્રીમિયમ સેગમેન્ટમાં હાર્લી ડેવિડસન, એનફિલ્ડ, યામાહા અને અન્ય સાથે સ્પર્ધા કરવા બજારમાં પ્રવેશી રહી છે.
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે ટુ-વ્હીલરના વેચાણમાં ઇલેક્ટ્રિકનો હિસ્સો 44 ટકા હશે. આ સાથે ટુ-વ્હીલર્સમાં સેમિકન્ડક્ટરનો ઉપયોગ 2030 સુધીમાં વધીને 15 ટકા થઈ જશે. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ અને પાર્ટનર નીલ શાહ કહે છે કે કાર માર્કેટની જેમ ટુ-વ્હીલર માર્કેટમાં પણ આવનારા સમયમાં બદલાવ જોવા મળશે. આમાં વિદ્યુતીકરણ મહત્વની ભૂમિકા ભજવશે. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો અને ભારતમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનો ઉપયોગ આગામી સમયમાં ઝડપથી વધશે.
આ પણ વાંચો:ભારતે નાણાકીય વર્ષ 2023-24માં 4.7 કરોડ નોકરીનું સર્જન કર્યુ
આ પણ વાંચો:જેફ બેઝોસે વેચ્યા એમેઝોનનાં આટલા શેર…452 મિલિયન ડોલરથી પણ વધુ છે મૂલ્ય
આ પણ વાંચો:Aadhaar PVC Card: ઘરે ક્રેડિટ કાર્ડ જેવું આધાર કાર્ડ મંગાવવું છે? આ સ્ટેપ ફોલો કરો
