Central Gujarat rain/ રાજ્યમાં આગામી અઠવાડિયુ સાર્વત્રિક વરસાદનો માહૌલ

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજે (12 ઓગસ્ટ) બપોર બાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: રાજ્યમાં પહેલી  જૂનથી ચોમાસાના વરસાદની શરૂઆત થતી હોય છે. ત્યારે પહેલી જૂનથી 12 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા વરસાદની વાત કરવામાં આવે તો સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં નોંધાયો છે. આ જિલ્લાઓમાં અત્યારસુધીમાં જરૂરિયાત કરતાં ખૂબ જ વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સમગ્ર રાજ્યમાં અત્યારસુધીમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં નોંધાયો છે, જ્યાં જરૂરિયાત કરતાં 158% વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજે (12 ઓગસ્ટ) બપોર બાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને શહેરના કેટલાક ભાગોમાં ઝરમર તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત આગામી 48 કલાક હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોની દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ (18 ઓગસ્ટ સુધી) રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે, કારણ કે હાલમાં રાજસ્થાનના બિકાનેર પાસેથી મોન્સૂન પસાર થઈ રહ્યું છે, જેને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત કચ્છમાં પણ વરસાદી માહોલ રહેશે. આ ઉપરાંત આગામી 48 કલાક ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગનાં સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં કેટલાંક સ્થળ પર હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે. જ્યારે 14 તારીખે સામાન્ય વરસાદ થઈ શકે છે અને ત્યાર બાદ ફરી એક વખત મધ્યમ વરસાદની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….

આ પણ વાંચો: સાળંગપુર કષ્ઠભંજન દેવનો જુઓ દિવ્ય શણગાર, જોઈને અભિભુત થઈ જશો!

આ પણ વાંચો: પાટણમાં શ્રાવણીયો જુગાર રમતા 27 ઝડપાયાં

આ પણ વાંચો: બનાસકાંઠાની વિદેશ ગયેલી શિક્ષિકાનો આચાર્ય પર લાંચ માંગ્યાનો આરોપ