Gujarat Local Body Election 2026/ હર્ષ સંઘવીનો AAP પર પ્રહાર, “રસ્તા પર નમાઝ અને દરગાહની છૂટના વચનો મૂંગેરીલાલના સપના છે”

ગુજરાતમાં ચૂંટણી પહેલા Harsh Sanghaviએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. રસ્તા પર નમાઝ અને દરગાહના નિર્માણ અંગેના AAPના વચનોને તેમણે હલકી માનસિકતા ગણાવી છે.

Top Stories Gujarat Others
Harsh Sanghavi Statement AAP

Harsh Sanghavi Statement AAP: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ તેજ બન્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલા કથિત વચનોને લઈને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે ‘આપ’ની રણનીતિને ‘હલકી માનસિકતા’ ગણાવીને જડબાતોડ જવાબ આપ્યો છે.

શું છે સમગ્ર વિવાદ?

તાજેતરમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા મુસ્લિમ મતદારોને રીઝવવા માટે વિવાદાસ્પદ વચનો આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, ‘આપ’ના નેતાઓએ એવું વચન આપ્યું છે કે જો તેમની સત્તા આવશે તો મુસ્લિમોને જ્યાં દરગાહ બનાવવી હશે ત્યાં છૂટ આપવામાં આવશે અને તેની સાથે જ રસ્તા પર નમાઝ પઢવાની પણ મંજૂરી આપવામાં આવશે.

“ભાજપનો કાર્યકર જીવતો છે ત્યાં સુધી ગેરકાનૂની કામ નહીં થાય”

આ વચનો સાંભળતા જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લાલઘૂમ થયા હતા. તેમણે જાહેર મંચ પરથી ‘આપ’ને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા જ્યાં સુધી જીવતો છે, ત્યાં સુધી ગુજરાતની પવિત્ર ધરતી પર કોઈ પણ પ્રકારનું ગેરકાનૂની કૃત્ય થવા દેવામાં આવશે નહીં. વોટ બેંકની રાજનીતિ માટે નિયમો વિરુદ્ધ જવાની પરવાનગી કોઈને નથી.”

‘મૂંગેરીલાલ કે હસીન સપને’

હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના આ વચનોને કટાક્ષમાં ‘મૂંગેરીલાલ કે હસીન સપને’ ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત મજબૂત છે. મુસ્લિમ સમાજને ભડકાવીને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરનાર નેતાઓને ચેતવણી આપતા તેમણે કહ્યું કે, ગુજરાતની જનતા તુષ્ટિકરણની આ રાજનીતિને સારી રીતે ઓળખે છે અને આવતીકાલે મતદાન દ્વારા તેનો જડબાતોડ જવાબ આપશે.

“કાયદાના દાયરામાં રહીને સીધા કરી દેવાશે”: Harsh Sanghavi

ગૃહમંત્રીએ વધુમાં કડક શબ્દોમાં જણાવ્યું કે, સમાજમાં ઝેર ઘોળનારા નેતાઓ અને તેમના ‘આકાઓ’ને કાયદાના દાયરામાં રહીને સીધા કરી દેવામાં આવશે. તેમણે જનતાને ખાતરી આપી હતી કે રાજ્યમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહેશે, તેથી કોઈએ ડરવાની જરૂર નથી.


આ પણ વાંચો:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાસુઓને ભાવુક અપીલ, ‘વહુને દીકરી માનીને આદર આપજો’

આ પણ વાંચો: સુરતમાં હર્ષ સંઘવીનો સંદેશ, હેલ્મેટ ન પહેરનારને દંડ નહીં, ફૂલ આપી સમજાવો

આ પણ વાંચો: ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન,નામ બદલી દીકરીઓને ફસાવનારને નહીં છોડે સરકાર