Rajkot News : રાજકોટમાં એક બિલ્ડરના 700 કરોડના બેનામી વ્યવહારો સામે આવતા ચકચાર મચી છે. જેમાં રાજકોટના બિલ્ડર લાડાણીન બેનામી વ્યવહારો સામે આવ્યા છે. આયકર વિભાગની તપાસમાં આ બેનામી વ્યવહારો સામે આવ્યા છે. જેમાં 10 કરોડ રૂપિયા ભાજપના નેતાના નામે હોવાની ચર્ચા પણ ચાલી છે. આ નેતાઓએ રોકડમાં વ્યવહારો કર્યા હોવાનું સામે આવ્યું છે.
જેમાં પોતાના ડ્રાઈવર અને સંગા સંબંધીના નામે રોકાણ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તે સિવાય નેતા 2019 થી રોકાણ કરતા હોવાનું પણ કહેવાય છે. તે સિવાય અનેક ડોક્ટરોએ પણ રોકાણ કર્યાની વિગતો સામે આવી છે. આયકર વિભાગ દ્વારા આ અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જેમાં ઝૂંપડપટ્ટીની ઓરડીમાંથી દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા. આયકર વિભાગે કરેલા સર્ચ ઓપરેશનમાં આ દસ્તાવેજો મલી આવ્યા હતા. જેની ચકાસણીમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.
આ પણ વાંચો: ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો, અંબાજીમાં 22 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં બીજા દિવસે ભક્તોનું ઘોડાપૂર, તંત્ર ખડે પગે
આ પણ વાંચો: બનાસકાંઠાનાં અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર, પ્રથમ દિવસે લગભગ બે લાખે દર્શન કર્યા
