Not Set/ નરોડાની મહિલાને કારમાં બેસાડી, અવાવરું જગ્યાએ લઇ જઈ માર માર્યો

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી અને કલોલના પલોડિયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાને પેસેન્જર ગાડીના ચાલકે કોઇ અવાવરું જગ્યાએ લઇ જઇ રૂમાલથી ગળું દબાવી તેને માર માર્યો હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. નરોડાના અરિહંતનગર સોસાયટીમાં રહેતા ઉષાબહેન કડિયા કલોલના પલોડિયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. દરરોજ તે નોકરી પર આવવા-જવા અપડાઉન કરે […]

Top Stories Gujarat
5a4b5c6418c7730a00c94a7c નરોડાની મહિલાને કારમાં બેસાડી, અવાવરું જગ્યાએ લઇ જઈ માર માર્યો

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી અને કલોલના પલોડિયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાને પેસેન્જર ગાડીના ચાલકે કોઇ અવાવરું જગ્યાએ લઇ જઇ રૂમાલથી ગળું દબાવી તેને માર માર્યો હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે.

નરોડાના અરિહંતનગર સોસાયટીમાં રહેતા ઉષાબહેન કડિયા કલોલના પલોડિયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. દરરોજ તે નોકરી પર આવવા-જવા અપડાઉન કરે છે. ગઇ કાલે સાંજે તેઓ રણાસણ સર્કલ પાસે નરોડા જવા માટે ઊભા હતા, ત્યારે એક બોલેરો ગાડી નરોડા તરફ જતી હોવાથી ઉષાબહેન તેમાં બેઠા હતા.

page suudi aile terapisti erkeklere islami usule gore kadin dovmeyi anlatti 614283720 e1537961686391 નરોડાની મહિલાને કારમાં બેસાડી, અવાવરું જગ્યાએ લઇ જઈ માર માર્યો

ગાડીમાં અન્ય કોઇ પેસેન્જર ન હોય, ડ્રાઇવરે રણાસણ સર્કલ થી દહેગામ તરફ વાળતાં તેઓએ ડ્રાઇવરને કહ્યું હતું કે મારે તો નરોડા જવાનું છે અને તેમણે ગાડી ઊભી રાખવા જણાવ્યું હતું. ડ્રાઇવરે તેમની માતાને લેવા જવું છે તેમ કહી ગાડી દહેગામ તરફ જવા દીધી હતી.

ઉષાબહેને બૂમો પાડી અને તેઓ ગાડી રોકવા મોબાઇલથી ફોન કરવા જતાં ડ્રાઇવરે તેમને માર માર્યો હતો. જંગલ જેવા વિસ્તારમાં ગાડી ઊભી રાખી તને મારીને કેનાલમાં ફેંકી દઉંં તેમ કહી રૂમાલથી ગળું દબાવ્યું હતું, જોકે ઉષાબહેન તે વ્યક્તિને બચકાં ભરી ધક્કો મારી ત્યાંથી ભાગીને રોડ પર આવી ગયા હતા.