usurers/ વ્યાજખોરોના ત્રાસથી તાલુકા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખના પતિની આત્મહત્યા

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પોતે વ્યાજખોરો સામે આકરા પગલાંની તાકીદ કરી છે અને દરેક જિલ્લામાં વ્યાજખોરો સામે તે પોતે રસ લઈ રહ્યા છે ત્યારે પણ વ્યાજખોરીનો અંત આવતો નથી. વિજાપુરમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાતના કેસમાં નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ સહિત ચારની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 03 05T111634.500 વ્યાજખોરોના ત્રાસથી તાલુકા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખના પતિની આત્મહત્યા

વિજાપુરઃ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પોતે વ્યાજખોરો સામે આકરા પગલાંની તાકીદ કરી છે અને દરેક જિલ્લામાં વ્યાજખોરો સામે તે પોતે રસ લઈ રહ્યા છે ત્યારે પણ વ્યાજખોરીનો અંત આવતો નથી. વિજાપુરમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાતના કેસમાં નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ સહિત ચારની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

તાલુકા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખના પતિએ ઝેરી દવા પી લીધી હતી. આ અંગે આત્મહત્યા કરનારાના કુટુંબીજનોનું કહેવું છે કે 40થી 45 લાખ રૂપિયા ચૂકવ્યા હોવા છતાં પણ પઠાણી ઉઘરાણી કરતા હતા. પોલીસે આ કિસ્સામાં નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ સહિત ચાર જણા સામે કાર્યવાહી કરી છે.

કુટુંબીજનોનું કહેવું છે કે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે આ કિસ્સામાં રસ લે તો કંઇક થઈ શકે, કારણ કે અહીં તો વ્યાજખોર પોતે જ નગરપંચાયતનો ભૂતપૂર્વ પ્રમુખ છે. તેથી પોલીસ આ કિસ્સામાં અત્યંત સક્રિય રીતે કામગીરી કરે તેવી સંભાવના ઓછી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ