Death of Indian/ લેબનોને ઇઝરાયેલ પર મિસાઇલ છોડી, એક ભારતીયનું મોત,બે ઘાયલ

ઇઝરાયલની ઉત્તરીય સરહદ પર માર્ગલિયોટ નજીકના એક બગીચામાં સોમવારે લેબનોનથી છોડવામાં આવેલી ટેન્ક વિરોધી મિસાઇલના કારણે એક ભારતીય નાગરિકનું મૃત્યુ થયું હતું

Breaking News Top Stories World
Beginners guide to 2024 03 05T100316.914 લેબનોને ઇઝરાયેલ પર મિસાઇલ છોડી, એક ભારતીયનું મોત,બે ઘાયલ

ઇઝરાયલની ઉત્તરીય સરહદ પર માર્ગલિયોટ નજીકના એક બગીચામાં સોમવારે લેબનોનથી છોડવામાં આવેલી ટેન્ક વિરોધી મિસાઇલના કારણે એક ભારતીય નાગરિકનું મૃત્યુ થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ત્રણેય લોકો દક્ષિણી રાજ્ય કેરળના રહેવાસી છે. રેસ્ક્યુ સર્વિસ મેગેન ડેવિડ એડોમ (એમડીએ)ના પ્રવક્તા ઝકી હેલરે જણાવ્યું હતું કે મિસાઇલ સોમવારે સવારે 11 વાગ્યે ઉત્તર ઇઝરાયેલના ગાલીલી ક્ષેત્રમાં માર્ગલિયોટ (સામૂહિક ખેતી સમુદાય)ના એક બગીચામાં પડી હતી.

ત્રણેય લોકો કેરળના છે

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આ હુમલામાં કેરળના કોલ્લમના રહેવાસી પટનીબિન મેક્સવેલનું મોત થયું છે. તેમને કહ્યું કે બુશ જોસેફ જ્યોર્જ અને પોલ મેલ્વિન પણ આ ઘટનામાં ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, “જ્યોર્જને ચહેરા અને શરીરની ઇજાઓ સાથે બેલિન્સન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનું ઓપરેશન થયું છે. તે ઈજાઓમાંથી સાજો થઈ રહ્યો છે અને તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. તે ભારતમાં પોતાના પરિવાર સાથે વાત કરી શકે છે.

હિઝબુલ્લાએ હુમલો કર્યો

વધુમાં જણાવવામાં આવ્યું છે કે મેલ્વિનને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેને ઉત્તર ઈઝરાયેલના સેફેડ શહેરમાં આવેલી ઝીવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે કેરળના ઇડુક્કી જિલ્લાનો રહેવાસી છે. એવું માનવામાં આવે છે કે આ હુમલો લેબનોનમાં હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવ્યો છે, જે ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હમાસના સમર્થનમાં 8 ઓક્ટોબરથી ઉત્તરી ઈઝરાયેલમાં રોજેરોજ રોકેટ, મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :અમેરિકા/ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે, સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ હટાવ્યો

આ પણ વાંચો :Nikkey Haley/નિક્કી હેલી ટ્રમ્પ સામે પહેલી વખત પ્રાઇમરી જીતી

આ પણ વાંચો :scientists/વૈજ્ઞાનિકોએ ઉકેલ્યું વિશ્વના સૌથી મોટા ‘લાલ’ રણનું રહસ્ય, ઉંમર વિશે ચોંકાવનારો ઘટસ્ફોટ